દરેક ધર્મના લોકો માટે છૂટાછેડાનો સમાન નિયમ રાખો : સુપ્રીમમાં માગ

– આઝાદીના 73 વર્ષ બાદ પણ દેશમાં ડિવોર્સની પ્રક્રિયા જટીલ

દેશમાં ડિવોર્સ એટલે કે છુટાછેડા માટે વિવિધ ધર્મના લોકોના કાયદા પણ અલગ અલગ છે, જોકે હવે સુપ્રીમ કોર્ટમાં માગણી કરવામાં આવી છે કે ભારતમાં છુટાછેડા માટે દરેક માટે એક સમાન નિયમ લાગુ પડવો જોઇએ. એક પીઆઇએલના માધ્યમથી માગણી કરાઇ છે કે આંતરરાષ્ટ્રીય સમજુતીને ધ્યાનમાં રાખીને દેશના દરેક નાગરિકો માટે ડિવોર્સ માટેનો સમાન આધાર એટલે કે યુનિફોર્મ ગ્રાઉન્ડ્સ ઓફ ડિવોર્સ છે તે લાગુ કરી દેવો જોઇએ.

ભાજપના નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા આ મામલે એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી જેમાં માગણી કરાઇ છે કે કોર્ટે ધર્મ, જાતી કે લિંગ વગેરેના આધારે કોઇ પણ પ્રકારનો પૂર્વાગ્રહ રાખ્યા વગર ડિવોર્સ માટે સમાન કાયદો લાવવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપવો જોઇએ.

હાલ જે વ્યવસૃથા છે તેમાં બંધારણના આર્ટિકલ 14,15 અને 21નું ઉલ્લંઘન થઇ રહ્યું છે અને જો યુનિફોર્મ ગ્રાઉન્ડ્સ ઓફ ડિવોર્સ લાગુ કરી દેવામાં આવે તો આ ભેદભાવ પણ દુર થઇ જશે. આઝાદીના 73 વર્ષ બાદ પણ ડિવોર્સની જે પ્રક્રિયા દેશમાં છે તે બહુ જ જટીલ છે અને તેમાં સુધારા કરવાની જરૂર છે.

અરજદારની માગણી છે કે આર્ટિકલ 14,15 , 21 અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુરૂપ દરેક નાગરિક માટે સમાન આધારો (યુનિફોર્સ ગ્રાઉન્ડ્સ ઓફ ડિવોર્સ) લાગુ કરવા માટેના સુચન માટે આદેશ જારી કરવામાં આવે. પોતાની દલીલમાં વર્તમાન જે સિૃથતિ છે તેને અનુસંધાને દાવો કરાયો છે કે હિંદુ, બૌદ્ધ, શિખ અને જૈન લોકોએ હિંદુ કાયદા 1955 અંતર્ગત ડિવોર્સ માટે અરજી કરવાની હોય છે.

જ્યારે મુસ્લિમો-ઇસાઇ અને પારસી લોકોએ ડિવોર્સ માટે પોતાના પર્સનલ લો અનુસાર અરજી કરવાની હોય છે. એટલુ જ નહીં પતિ પત્નીમાં જો કોઇ વિદેશી નાગરિક હોય તો તેણે વિદેશી વિવાહ કાયદો 1969 અંતર્ગત અરજી કરવી પડે છે. આ જુદા જુદા કાયદા અને ડિવોર્સના આધારથી લિંગ અને ધર્મના આધારે ભેદભાવ થઇ રહ્યો છે. તેથી જ ડિવોર્સ માટે સમાન આધાર એટલે કે યુનિફોર્સ ગ્રાઉન્ડ્સ ઓફ ડિવોર્સની જરૂરીયાત વધુ છે.

સાથે હાલ જે જોગવાઇ છે તેને અનુસંધાને દાવો કરાયો હતો કે જો કોઇ વ્યક્તિને ઇન્ક્યોરેબલ લેપ્રસી હોય તો તેના આધારે હિંદુ કે ખ્રીસ્તી ધર્મના લોકો ડિવોર્સ લઇ શકે છે પણ આ જ નિયમ પારસી કે મુસ્લિમોને નથી લાગુ પડતો. તેવી જ રીતે ઇમ્પોટેન્સી એટલે કે નપુંસકતાના આધારે હિંદુ કે મુસ્લિમ ડિવોર્સ લઇ શકે છે પણ ખ્રીસ્તી અને પારસી નથી લઇ શકતા.

કેમ કે દરેક ધર્મના પોતાના અલગ અલગ કાયદા છે જેના આધારે ડિવોર્સ અપાય છે અને તેમાં કેટલાક ધર્મના કાયદામા જે જોગવાઇ છે તે બીજા ધર્મના કાયદામાં નથી. જેમ કે અન્ડરએજ એટલે કે લગ્ન માટેની વય ન હોય ને લગ્ન કરે તો હિંદુ ડિવોર્સ માટે અરજી કરી શકે છે પણ આ જ નિયમ ખ્રીસ્તી, પારસી અને મુસ્લિમોને નથી લાગુ પડી રહ્યો તેથી બધા માટે ડિવોર્સના આધાર એક સમાન લાગુ કરવા જોઇએ જેથી આવા કોઇ ભેદભાવ ન થાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.