આજકાલની અનહેલ્ધી લાઈફમાં વધતું વજન ખાસ કરીને અનેક લોકો માટે સમસ્યાનું કારણ બને છે જેના કારણે અનેક લોકો ડાયટ પ્લાન બદલવાથી લઈને યોગા કે એક્સરસાઈઝ કરીને અનેક રીત અપનાવતા જોવા મળે છે. આ સમયે શરીરમાં નબળાઈના કારણે ચક્કર આવવા અને આળસ જેવી મુશ્કેલીઓ જોવા મળે છે. અને જો તમે લીંબું અને ગોળને તમારા ડાયટમાં સામેલ કરો છો તો તે સરળતાથી વજન ઘટાડી શકે છે
લીંબુને પોલિફિનોલ એન્ટી ઓક્સીડન્ટ્સનો સોર્સ માનવામાં આવે છે જે શરીરના કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. ગોળમાં પ્રતિરોધક ક્ષમતાને વધારવાના ગુણ હોય છે અને જે બોડીના મેટાબોલિઝમ કંટ્રોલ કરીને ઈમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. એવામાં ગોળ અને લીંબુનું સેવન વજન ઘટાડવાની સાથે શરીરમાં ન્યૂટ્રીઅન્ટ્સની ખામીને પૂરી કરે છે. લીંબુ શરીરમાં વિટામીન સીની ખામીને ઓછી કરે છે અને ગોળમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ્સ, ઝિંક અને સિલેનિયમ જેવા તત્વ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરીને બીમારીથી લડવામાં મદદ કરે છે.
રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં 2 ચમચી લીંબુનો રસ અને થોડો ગોળ મિક્સ કરો. અને તેને પીવાથી ફટાફટ તમારું વજન ઘટશે. તો જાણો તેનાથી કઈ બીમારીમાં રાહત મળે છે.
લીંબુમાં રહેલું પોલીફિનનોલ એન્ટીઓક્સીડન્ટ તત્વ વજન ઓછું કરવામાં સહાયક છે. ગોળનું સેવન શરીરમાં પોષક તત્વોની ખામીને પૂરા કરવામાં મદદ કરે છે. અને તેનાથી ડાયટિંગના સમયે નબળાઈ રહેશે નહીં.
લીંબુમાં વિટામીન સી અને એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર પ્રમાણમાં મળે છે. એવામાં સ્કીન પર લીંબુનો ઉપયોગ સ્કીન સેલ્સને ડેમેજ કરવાથી બચાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.