ડ્રોનથી હથિયારો ઘૂસાડવાનું ISIનું કાવતરૂં :LOC પર હાઈએલર્ટ

જમ્મુ-કાશ્મીરમાં કાર્યરત આતંકવાદીઓને ડ્રોનની મદદથી હિથયારો પહોંચાડવાના પાક.ની નાપાક જાસૂસી એજન્સી આઈએસઆઈના કાવતરાનો પર્દાફાશ થયો હતો. એ પછી એલઓસી સરહદે હાઈએલર્ટ જારી કરાયો હતો. બીજી તરફ એલઓસીના પૂંચ સેક્ટરમાં પાક. સૈન્યએ બેફામ ગોળીબાર કર્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓને હિથયાર પહોંચાડવા માટે પાક.ની જાસૂસી એજન્સી આઈએસઆઈએ ડ્રોનની મદદ લેવાનું ષડયંત્ર રચ્યું હતું. ડ્રોનમાં હિથયારો લાદીને ભારતની સરહદમાં ઘૂસાડવાનો કાવતરાનો પર્દાફાશ થયો હતો. થોડાક સમયે પહેલાં એક ડ્રોનને કઠુઆ જિલ્લામાં ઉડાવી દેવાયું હતું. એમાં હિથયારો અને વિસ્ફોટક પદાર્થનો જથૃથો હતો.

પાક.ની  જાસૂસી એજન્સીની આ નાપાક હરકત પછી એલઓસી સરહદે હાઈએલર્ટ જારી કરાયો છે. અજાણ્યો ઉડતો પદાર્થ દેખાય તો ખતમ કરી નાખવાના ઓર્ડર્સ અપાયા છે. સૈન્ય અિધકારી  બી. એસ. રાજુએ કહ્યું હતું કે કાશ્મીર ઘાટીમાં સક્રિય આતંકવાદીઓ પાસે હિથયારો ન હોવાથી તેના સુધી હિથયારો પહોંચાડવા  પાકિસ્તાન આવા કાવતરા રચે છે. વિશેષ ગેજેટ્સથી નાનકડા ડ્રોનને ઝડપી લેવા માટે નજર રાખવામાંઆવી રહી છે.

દરમિયાન એલઓસી સરહદે પાક. સૈન્યએ બેફામ ગોળીબાર કર્યો હતો. પૂંચ સેક્ટરમાં પાકિસ્તાને બેફામ તોપમારો કર્યો તેનો ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો એવું ડિફેન્સ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું. બારામુલ્લામાં સુરક્ષાદળોએ એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એ સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્ફોટક પદાર્થોનો જથૃથો મળી આવ્યો હતો. બસ સ્ટેશનની નજીકથી વિસ્ફોટક પદાર્થો ભરેલા બેગ મળી આવ્યા હતા. સુરક્ષાદળોએ એ બેગ મૂકનારા આતંકવાદીઓને ઝડપી લેવાની કવાયત શરૂ કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.