દેશમાં કોલ ડ્રોપ એક મોટી સમસ્યા બની રહી છે, તેનું નિરાકરણ લાવવા માટે સરકારે ટેલિકોમ કંપનીઓ પર કડક પગલાઓ લેવાનું નક્કી કર્યું છે. અને સૂચના પ્રૌદ્યોગીકી મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં કહ્યું કે, કોલ ડ્રોપ એક ગંભીર સમસ્યા બની રહી છે, સરકારે આને ગંભીરતાથી લઇ રહી છે.
તેમણે કહ્યું કે, નજીકના ભવિષ્યમાં કોલ ડ્રોપની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પ્રસ્તાવિત પગલાઓ પર વિચાર કરવામાં આવશે.અને આ વાત પર પણ વિચાર થઇ શકે છે કે, જો ટેલિકોમ કંપનીઓ કોલ ડ્રોપની સમસ્યાનું નિરાકરણ કરવામાં નિષ્ફળ રહેશે, તો તેમનું લાઈસન્સ રદ્દ કરવામાં આવી શકે છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI) લાઈસન્સ સેવા ક્ષેત્ર માટે ટેલિકોમ સેવા આપતી કંપનીઓના કાર્ય પર નિરીક્ષણ પ્રસ્તુત ક્વાર્ટરલી પર્ફોમન્સ મોનિટરીંગ રિપોર્ટના આધારે કરી રહી છે.
ભારતમાં TSPએ આ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે, તેમના મોબાઈલ નેટવર્ક પર કોલ ડ્રોપની સમસ્યા TRAI એ નક્કી કરેલા બેન્ચમાર્કની મર્યાદામાં રહે.અને આ સંબંધમાં TRAIએ ‘ધ સ્ટાન્ડર્ડ ઓફ ક્વોલિટી ઓફ સર્વિસ ઓફ બેસિક ટેલીફોન સર્વિસેઝ એન્ડ સેલ્યુલર મોબાઈલ ટેલિફોન સર્વિસ રેગ્યુલેશન-2019’ નામથી સૂચના પણ જાહેર કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.