આમ તો ગુજરાત ફામાઁસ્યુટીકલ હબ કહેવાય છે. ગુજરાતમાં દવા બનાવતી અનેક કંપનીઓ આવેલી છે. જેમાં દવાની પરિક્ષણ માટે ઉંદરનો ઉપયોગ થતો હોય છે. પરંતુ કેટલાંક એવાં ડ્રગ માફિયાઓ છે જે હવે બેફામ બની રહ્યાં છે. ગુજરાતમાં ડ્રગ માફિયા હવે પોતાની નવી સિન્થેટિક ડ્રગ નાં પરીક્ષણ માટે ભીખારીઓને ટાગઁટ કરી રહ્યાં છે.
પરંતુ આ બધામાં ભિખારીઓની સાઈડ ઈફેક્ટ પર કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. ટ્રાયલ કરનાર એક શખ્સે કહ્યું કે, એક અન્ય ભિખારીનાં સંપકઁથી તેણે દવા લીધી હતી. જેના બાદ પરંતુ થોડા સમયમાં જ તેને ઉલટીઓ થવા લાગી હતી.
બે દિવસ સુધી તેની તબિયત ખરાબ રહી હતી. પરંતુ એક અજાણ્યો વ્યકિત બે દિવસ પછી આવ્યો અને ડોકટર પાસે લઈ ગયો અને પછી તેની તબિયત સુધરી.
આમ ડ્રગ માફિયાઓની હિંમત ખૂલી રહી છે. જેનો શિકાર બેધર લોકો બની રહ્યાં છે. આ મામલે હજી સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.