બોલીવુડમાં ડ્રગ કનેક્શન મામલે NCBએ દિગ્ગદ ફિલ્મ નિર્માતા કરણ જોહરને સમન મોકલ્યું છે. NCBનું કહેવું છે કે, કરણ જોહર કોઈ કેસમાં સંદિગ્ધ નથી પરંતું ડ્રગ સાથે જોડાયેલા કેસમાં તેમની પાસેથી કંઈક જાણકારી મેળવવાની છે.
NCB સુત્રો પ્રમાણે કરણ જોહરે પોતાને NCB સામે હાજર થવાની જરૂર નથી તેઓ પોતાના કોઈ પ્રતિનિધિને પણ મોકલી શકે છે. કરણ જોહર પાસે તે ઈલેક્ટ્રોનિક ઉપકરણોની પણ વિગત આપવા માટે કહેવામાં આવ્યું છે જેનો ઉપયોગ જુલાઈમાં તેમના ઘરે આયોજીત પાર્ટીને શૂટ કરવા માટે લેવામાં આવ્યો હતો.
કરણ જોહરને બુધવારે સમન મોકલવામાં આવ્યું છે. તેમને 2019ની પાર્ટી સાથે જોડાયેલા તમામ રેકોર્ડ આપવા પડશે. જેમ કે પાર્ટીમાં કોણ-કોણ સામેલ હતું. કયાં કેમેરાથી શૂટિંગ થયું. શું કોઈ નિમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યું હતું. આ તમામ જાણકારી શુક્રવાર સુધીમાં પહોંચાડવા માટે કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, બોલીવુડનું ડ્રગ કનેક્શન સામે આવ્યા બાદ કરણ જોહરની મુશ્કેલી વધતી જોવા મળી હતી. કરણ જોહરના ઘરે આયોજિત થયેલી એક પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોને NCBએ યોગ્ય ગણાવ્યો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે, કરણ જોહરે આ વીડિયો શૂટ કર્યો હતો અને આ વીડિયોમાં મલાઈકા અરોડા, રણબીર કપુર, વિક્કી કૌશલ, વરૂણ ધવન, શકુન બત્રા, જોયા અખ્તર, અર્જુન રામપાલ, અયાન મુખર્જી, દીપીકા પાદુકોણ અને કાર્તિક આર્યન જેવા બોલીવુડના મોટા સ્ટાર્સ સામેલ હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.