ડ્રગ્સ કેસમાં ફસાયેલી કોમેડિયન ભારતી પર સોની ચેનલે મુક્યો બેન, કપિલ ચેનલથી નારાજ

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની તાજેતરમાં એનસીબી દ્વારા ગાંજો રાખવાના આરોપસર ધરપકડ કરાઈ હતી.

જેને લઈને ખાસો વિવાદ અને ચર્ચા પણ થઈ હતી.ભારતની મુશ્કેલીઓ જોકે ખતમ થવાનુ નામ નથી લઈ રહી.હવે આ વિવાદના પગલે સોની ટીવીએ ભારતી સિંહ પર બેન મુકી દીધો છે.સૂત્રોના કહેવા પ્રમાણે સોની ચેનલ હાલમાં ભારતી સિંહ સાથે કામ કરવાના મૂડમાં નથી.

આ બેનના કારણે કપિલ શર્માના શોમાં પણ ભારતી નજરે નહી પડે.જોકે આ સિવાય પણ સોનીના કોઈ પણ શોમાં ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ ભાગ નહીં લઈ શકે.જોકે સોનીના નિર્ણયથી ભારતીના દોસ્ત કપિલની નારાજગી વધેલી છે.એ પોતે ઈચ્છતો નથી કે, ભારતીને બેન કરવામાં આવે.

જોકે આ મામલામાં હજી સુધી ચેનલ તરફથી કોઈનિવેદન આવ્યુ નથી પણ સૂત્રોનુ કહેવુ છે કે, ચેનલ પોતાની ઈમેજ સ્વચ્છ રાખવાની કોશિશ કરી રહી છે.ચેનલનુ માનવુ છે કે, ચેનલના શોમાં વિવાદીત વ્યક્તિની હાજરી હોય તે યોગ્ય નથી.

જોકે કપિલ શર્મા ભારતીનો સાથ આપવા માંગે છે.જ્યારે કપિલ શર્માની તબિયત ખરાબ હતી અને તેનો શો બંધ કરાયો હતો ત્યારે ભારતીએ તેનો સાથ આપ્યો હતો.કપિલ પણ ભારતીની જેમ પંજાબથી છે અને ભારતીને નાની બહેન માને છે.

આ પહેલા સોની ટીવીએ મી ટુ વિવાદમાં સંગીતકાર અનુ મલિક પર પણ બેન લગાવી દીધો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.