સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ એનસીબી સાહિલ શાહને મુખ્ય શંકાસ્પદ માનીને ચાલી રહી છે.
સાહિલ શાહની તપાસ એનસીબીએ શરૂ કરી છે. એક અધિકારીએ બુધવારે આ વાતની જાણકારી આપી છે. કહેવાઈ રહ્યું છે કે સાહિલ મુંબઈનો રહેવાસી છે. શહેરમાં રહીને તે આંતરરાષ્ટ્રિય ડ્રગ તસ્કરી ચલાવી રહ્યો હતો
અધિકારીના આધારે આરોપીએ જ રાજપૂતને ડ્રગ્સ આપ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સાથે કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે એનસીબીની ટીમે સાહિલના ઘરે રેડ પાડી હતી ત્યાં ફક્ત તેની માતા અને પત્ની મળી હતી. સાહિલ શાહ સુશાંત સિંહ રાજપૂતની સાથે તેના કોમ્પલેક્સમાં જ રહેતો હતો.
સાહિલે આ પહેલા કરણ અરોરા સહિત અબ્બાસ લખાનીને પણ ડ્રગ્સ સપ્લાય કરી હતી. તેને એનસીબી ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ઘરકડ કરી ચૂકી હતી. ગયા વર્ષે સુશાંત સિંહને તેના ઘરે મૃત મળ્યો આ પછી તમામ બોલિવૂડ કલાકારોના નામ ડ્રગ એંગલમાં સામે આવ્યા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.