ગુજરાતમાં પાકિસ્તાનમાં બેસેલાં ડ્રગ્સ માફિયાઓ દ્વારા હેરોઈન અને ડ્રગ્સ ઘૂસાડવા માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે. અગાઉ કચ્છ ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હતું. પણ સેના દ્વારા કચ્છનું સઘન ચેકિંગ કરતાં અનેક કિલો ડ્રગ્સ ઝડપાયું છે.
અને હવે ખબર કે પોરબંદરના દરિયાકિનારે ડ્રગ્સ માફિયાઓએ ફરી નજર કરી છે.
કચ્છ દરિયામાં સઘન ચેકીંગ અને એલર્ટ વધતાં પોરબંદર દરિયાને લેન્ડિંગ પોઈન્ટ બનાવવા માટે ડ્રગ્સ અને ડાયમંડ માફિયાઓ દ્વારા પોરબંદર દરિયા તરફ નજર કરવામાં આવી રહી છે. 3 થી 4 કંસાઈમેન્ટ પાકિસ્તાન અને આફ્રિકાથી પાર પાડવા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
1986થી 1992 સુધી પોરબંદરનો દરિયો દેશદ્રોહી માટે જીવિત હતો. ત્યાંથી રાજકોટ જિલ્લાના ગામ સુધી માલ પહોંચાડવામાં આવતો અને ત્યાંથી ઓર્ડર મુજબ ડિસ્પેચ કરવામાં આવતો હતો.
વાસ્ત્વમાં ગર્ભીત પ્રવૃતિ જીવંત રહ્યા છે. સમયની રાહ જોવાયા રહી છે. પરિસ્થિતિ બદલાત દેશદ્રોહી ગદાર પ્રવૃતિ કરનારનો સડવડાટ સમય આંતરે થતો રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.