ડ્રગ્સ મામલામાં દિપિકાએ કબૂલ્યુ, વિવાદિત વોટસએપ ગ્રૂપની એડમિન હું જ છું

બોલીવૂડમાં ડ્રગ્સના ઉપયોગ અંગેના મામલામાં એવા અહેવાલ સામે આવ્યા છે કે, દિપિકા પાદુકોણે એનસીબી સમક્ષ સ્વીકાર્યુ છે કે, જે વોટસએપ ચેટને લઈને વિવાદ છે તે ગ્રૂપની એડમિન તે પોતે હતી.

ઉલ્લેખનીય છે કે, આ ચેટમાં દિપિકાએ કરિશ્મા સાથે ડ્રગ્સના મામલામાં વાત કરી હતી અને દિપિકાનુ એ વાક્ય વાયરલ થયુ છે જેમાં તેણે ચેટ દરમિયાન લખ્યુ હતુ કે, માલ હૈ ક્યા…

હાલમાં એનસીબી દ્વારા દિપિકા અને તેની મેનેજર કરિશ્માને આમને સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવી રહી છે.સૂત્રોનુ કહેવુ છે કે, પૂછપરછનો સામનો કરવા માટે દિપિકા અને તેની મેનેજરે તૈયારી પણ કરી હોવાનુ લાગી રહ્યુ છે.જોકે આ પૂછફરછ દરમિયાન હજી પણ વધારે ઘટસ્ફોટ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, દિપિકાએ બનાવેલા વોટસએપ ગ્રૂપની ચેટ લીક થયા બાદ એનસીબીએ મોકલેલા સમન્સના પગલે દિપિકાને ગોવાથી તાત્કાલિક શૂટિંગ છોડીને મુંબઈ આવવાની ફરજ પડી હતી.હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.