ડ્રગ્ઝ મામલે અભિનેતા અર્જુન રામપાલને NCBનું સમન્સ, પુછપરછ માટે બોલાવ્યા

ડ્રગ્ઝ કેસમાં NCBએ અભિનેતા અર્જુન રામપાલને પુછપરછ માટે સમન્સ મોકલ્યું છે. એક અધિકારીએ આ વાતની જાણકારી આપી. તેમણે કહ્યું કે, અર્જુન રામપાલને 11 નવેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. દરોડા દરમિયાન તેમના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને જપ્ત કર્યાં છે.

આજે જ NCBની ટીમે અર્જુન રામપાલને ત્યાં દરોડા પાડી અને તેમના ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. બોલીવુડમાં ડ્રગ્ઝ મામલાની તપાસ NCB કરી રહી છે.

ઉલ્લેખનિય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ દરમિયાન ડ્રગ્ઝ કનેક્શન સામે આવ્યા બાજ NCBએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને આ કડીમાં રિયા ચક્રવર્તિ અને તેના ભાઈ સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી સાથે જ NCBએ દિપીકા પદુકોણ, શ્રદ્ધા કપુર, સારા અલી ખાન અને રકુલપ્રિત સિંહની પુછપરછ કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, હજુ ગઈકાલે જ NCBએ ફિલ્મ નિર્માતા ફિરોજ નડિયાદવાલાની પત્નિની ધરપકડ કરી હતી અને આ સાથે જ ફિરોજ નડિયાદવાલાને NCBનું સમન્સ પણ મોકલ્યું છે. દરોડા દરમિયાન NCBની ટીમને ફિરોઝના ઘરેથી કથિતપણે ડ્રગ્ઝ પણ મળ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.