અમદાવાદ એરપોર્ટ ડ્રગ્સ અને દાણચોરી માટે કુખ્યાત બની રહ્યો છે. ખાસ કરીને છેલ્લે એવા કેસ સામે આવ્યા હતા કે એમાં તપાસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. ગુજરાત રાજ્યના મહાનગરમાં ડ્રગ્સનું દુષણ મોટાપાયે વધી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યના તમામ મહાનગરોમાં ડ્રગ્સનું દૂષણ વધી ગયું છે. અને જેના પગલે ગુજરાત પોલીસ અને DRI તરફથી ડ્રગ્સ તેમજ એના સપ્લાયર્સને પડી પાડવા માટે ખાસ પ્રકારની પોલીસી અંતર્ગત પગલાં લેવામાં આવી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં અદાણી સંચાલિત એરપોર્ટ પર સમયાંતરે DRI કામગીરી કરે છે. પણ તાજેતરમાં રૂ.32 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાતા ચકચાર મચી ગઈ છે. તપાસ એજન્સીએ આ કેસમાં આફ્રિકાના તાન્ઝાનિયાના એક આરોપીની ધરપકડ કરી છે. મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર અધિકારીઓને બાતમી મળી હતી કે ચોક્કસ પ્રકારનું ડ્રગ્સ એરપોર્ટ મારફતે શહેરમાં ઘૂસાડવામાં આવે છે. આ પછી તાન્ઝાનિયાથી આવેલા ઈસમને પકડી લેવા અમદાવાદ એરપોર્ટ પર ટકુડી તહેનાત કરી દેવામાં આવી હતી. જેમાં આ વ્યક્તિ શકાસ્પદ જણાઈ આવતા આરોપી શખ્સની ધરપકડ કરીને પૂછપરછ કવામાં આવી હતી.અને તેણે પોતાના સામાન સાથેની એક બેગમાં ગુપ્ત ખાનું તૈયાર કરી ડ્રગ્સ ત્યા છુપાવ્યું હતું. જેનો હેતું હેરાફેરી કરવાનો હતો.
અમદાવાદ એરપોર્ટ પર DRI અધિકારીઓને આ શખ્સને પકડવામાં સફળતા મળી હતી. રૂ.32 કરોડની કિંમતનું કુલ 4.5 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. પકડાયેલા વિદેશી નાગરિકે તાન્ઝાનિયન પેસેન્જર તરીકે પોતાની ઓળખ આપી એરપોર્ટ પર પ્રોસિજર પૂરી કરી હતી. જે પ્રોફેશનલ વિઝા પર ઈન્ડિયા સુધી આવ્યો હતો. જોકે, આ પાછળનો હેતું અને કોને આટલું ડ્રગ્સ દેવાનું હતું એ એક રહસ્ય છે. અત્યાર સુધીમાં અંદાજિત 130 કરોડનું હેરોઈન અમદાવાદ એરપોર્ટ પરથી જપ્ત કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે એક મહિનામાં છ વાર ડ્રગ્સ ઝડપાયું છે અને જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું હેરોઈન મળી આવતા તપાસ એજન્સીએ અન્ય મોરચે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
અંદાજિત રૂ.130 કરોડની કિંમતનું હેરોઇન DRI અધિકારીઓ પકડી પાડ્યું છે. ડ્રગ્સને લઈને જુદા જુદા કેસ અંતર્ગત કુલ આઠ નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. અફ્રિકાથી આવતો શખ્સ મોડી રાત્રે આવતી કેન્યાની ફ્લાઈટમાંથી અમદાવાદ આવ્યો હતો. જ્યારે એની બેગ તપાસવામાં આવી ત્યારે બેગમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં કેન્યાની એક મહિલા અને એક યુવકને પોલીસે પકડી પાડ્યા છે. પ્રથમ વખત ચકાસણી દરમિયાન એનડીપીએસ ડ્રગ હેરોઇન મળી આવતા તપાસ એજન્સી પણ ચોંકી ઊઠી હતી.અને બેગ ફાડી તપાસ કરતાં દાણા-પાઉડર સાથેના આઠ પ્લાસ્ટિક પેકિંગ છૂપાયેલા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.