ડ્રગ્સ કેસ : બોલીવૂડના ફિલ્મ નિર્માતા કરણ જોહરે એનસીબીને તેનો જવાબ મોકલી આપ્યો

બોલીવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહરેને  એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો) એ એક નોટીસ મોકલી ૨૦૧૯માં તેણે આપેલ એક પાર્ટી વિશે વિગતવાર માહિતી મંગાવી હતી ત્યારબાદ આજે કરણ જોહરે તેનો જવાબ એનસીબીને મોકલી આપ્યો હતો. આ  પાર્ટીના  ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પાર્ટીમાં બોલીવૂડના ટોચના અભિનેતા અને અભિનેત્રીઓએ હાજરી પૂરાવી હતી.

આ સંદર્ભે સૂત્રોનુસાર કરણ જોહરે તેને મોકવામાં આવેલ નોટીસ/સમન્સનો જવાબ તેના વકિલ અને સ્ટાફની મદદથી એક લેટર અને પેનડ્રાઇવ મોકલીને આપ્યો હતકો. આ પછી હવે એનસીબી શું એકશન લે છે તે જોવુ રહ્યુ. કરણ જોહરના ઘરે ૨૦૧૯માં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બાબતે કરણ જોહરે સ્વયં આ પાર્ટીનો વીડિયો શેર કર્યા હતો. આ વીડિયો વાયરલ થયા બાદ સ્ટાર્સ પર ડ્રગ્સ લીધું હોવાનો આરોપ થયો હતો.

એનસીબીએ કરણ જોહર પાસે આ પાર્ટી બાબતે માગેલી વિગતોમાં પાર્ટીમાં કોણ-કોણ હાજર હતુ, કોઇ આમંત્રણ મોકલવામાં આવ્યુ હતુ ? આ પાર્ટીનો વીડિયો કયાં કેમેરાથી શૂટ કરવામાં આવ્યો હતો તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ  તમામ માહિતી શુક્રવાર ૧૮ ડિસેમ્બર સુધી પૂરી પાડવા જણાવ્યું હતું. તે મુજબ કરણ જોહરે તમામ જવાબ મોકલી આપ્યા હતા.

એનસીબીએ એવુ પણ સ્પષ્ટ કર્યુ હતુ કે કરણ જોહર કોઇ મામલામાં શકમંદ નથી પણ ડ્રગ્સ કેસ બાબતે તેમના સાસેથી અમૂક માહિતી જોઇએ છે.

કરણ જોહરની પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ મનજીંદર સિંહ સિરસાએ એનસીબીને આ   બાબતે પાર્ટીમા ડ્રગ્સનો ઉપયોગ થયો હોવાની ફરિયાદ કરી હતી. જોહરની આ  પાર્ટીમાં મલાઇકા અરોરા, રણવીર કપૂર, વિકી  કૌશલ, વરુણ ધવન, જોયા અખ્તર,  અર્જુન કપૂર, અયાન મુખર્જી દીપિકા પાદૂકોણ શાહિદ કપૂર તેની પત્ની મીરા કપૂર જેવા બોલીવૂડના એ -લીસ્ટર લોકો શામેલ થયા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.