બપોર અને રાતના તાપમાનમાં 13 ડિગ્રીના તફાવત સાથે બેવડી ઋતુ

ભાવનગર શહેરમાં વિક્રમ સંવત 2079ના નવા વર્ષમાં પણ બેવડી ઋતુનો પ્રભાવ યથાવત રહ્યો છે. ભાવનગર શહેરમાં બપોર અને રાતના તાપમાન વચ્ચે 13 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધપાત્ર તફાવત રહ્યો હતો. ભાવનગરમાં મહત્તમ તાપમાન વધીને 34.3 ડિગ્રી થયુ તો લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 21.0 ડિગ્રી નોંધાયુ હતુ. જેથી બપોરે થોડી ગરમી અને મોડી રાત્રે તથા વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ ભાવેણાવાસીઓને થયો હતો. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 30 ટકા નોંધાયું હતુ. હાલ ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સ્વચ્છ આકાશને કારણે રાત્રિથી સવાર સુધી શિયાળાના આરંભ જેવી ગુલાબી ઠંડી અનુભવાશે, પરંતુ બપોરનું તાપમાન 30 થી 35 ડિગ્રી વચ્ચે રહેશે.
ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 32.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયેલું તે વધીને 34.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોર. થોડી ગરમી વધી હતી. જો કે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 22.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયેલું તે આજે ઘટીને 21 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 34 ટકા હતુ તે આજે વધુ 4 ટકા ઘટીને 30 ટકા નોંધાયું હતુ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં પણ નવેમ્બરના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં ઠંડી ધીમી ધીમે આરંભ થશે તેવી આગાહી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.