કસ્ટમ વિભાગને થાપ આપી અમરેલીમાં છૂપાયો હતો
દુબઇથી દાણચોરીનું રૃા.૧૩૦૦ કરોડનું સોનું લાવીને અમદાવાદમાં ઘુસાડનારા નિકાલના ભાર્ગવ તંતી નામના ભાગેડું દાણચોરને ક્રોઇમ બ્રાંચે પકડી પાડયો છે. કસ્ટમ વિભાગે આરોપી સામે કોફેપોસા હેઠળ ગુનો નોધ્યો હતો. પરંતુ તે કસ્ટમ વિભાગને થાપ આપીને બે વર્ષથી અમરેલીમાં છૂપાયો હતો.
આ કેસની વિગત એવી છે કે નિકોલ વિસ્તારમાં મોહનનગર રોડ ઉપર પુષ્પકુંજ સોસાયટી પાસે પ્લેઝન્ટ રેસિડેન્સીમાં રહેતો ભાર્ગવ કનુંભાઇ તંતી દુબઇથી દાણચોરીનું સોનું વિમાન માર્ગે અમદાવાદ લાવતો હતો, આરોપીએ વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૮ સુધીના સમય ગાળામાં કુલ ૪૬ ટ્રીપ મારીને રૃા. ૧૩૦૦ કરોડનું ૭૬૧ કિલો સાનું અમદાવાદમાં ઘુસાડયું હતું. કસ્ટમ વિભાગે આરોપી સામે કોફેપોસા હેઠળ ગુનો નોધ્યો હતો જોકે તે કસ્ટમ વિભાગને થાપ આપીને ફરાર થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસ કમિશનરના આદેશ આધારે ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી, પોલીસે મોબાઇલ લોકેશન આધારે આજે તેને અમરેલીથી પકડી પાડયો હતો. આ બનાવમાં કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોધવામાં આવ્યો હતો.ક્રાઇમબ્રાંચ આરોપીની ધરપકડ કરીને કૃષ્ણનગર પોલીસને સુપરત કર્યો છે. ઉલ્લેખનીય છે કે કસ્ટમં વિભાગ અને દાણચોરોની મિલી ભગતથી વિમાન માર્ગે અવાર નવાર દુબઇ સહિતના દેશમાં સસ્તામાં દાણચોરીનું સોનું લાવીને અમદાવાદમાં ઘુસાડવામાં આવી રહ્યું ંછે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.