ભીડભાડવાળી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું હોતું નથી,તેથી ડબલ માસ્ક કોરોનાથી બચાવી શકે છે

દિલ્હીની મેક્સ સાકેત હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના વિભાગના ડિરેક્ટર ડો. રોમેલ ટિકૂએ જણાવ્યું કે ડબલ માસ્ક પહેરવું સલાહભર્યું છે અને તે કોરોનાના ચેપથી બચાવી શકે છે.

તેમણે કહ્યું કે લોકો સર્જિકલ માસ્ક અને તેની ઉપર કાપડનું માસ્ક પહેરી શકે છે. જોકે એન-95 માસ્ક પહેર્યું હોય તો તેની પર બીજું કોઈ માસ્ક પહેરવાની જરુર નથી.

તેથી ડબલ માસ્ક પહેરવાથી ચેપગ્રસ્ત લોકોની છીંક કે શ્વાસ દ્વારા ફેલાતા છાંટાના જોખમમાં ઘટાડો કરે છે. યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન દ્વારા હાથ ધરવામાં આવેલા એક સ્ટડીના તારણોને આધારે ડબલ માસ્ક પહેરવાની ભલામણ કરાઈ છે.

એન-95 માસ્કને યોગ્ય રીતે પહેરવાથી તથા ત્રણ સ્તરવાળું કાપડનું માસ્ક રક્ષણ બક્ષે છે.

મહારાષ્ટ્ર કોવિડ ટાસ્કફોર્સ મેમ્બર ડો. શશાંક જોશીએ જણાવ્યું કે ડબલ માસ્ક પહેરવાથી તથા સારી રીતે ગાંઠ વાળવી કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટેના સારા પગલાં છે.

ઘણી વાર માસ્ક નાક અને ચહેરાને સારી રીતે ઢાંકતું હોતું નથી. માસ્કની દોરી ઢીલી પડતા આવું થાય છે અને તેથી જ જો બીજું માસ્ક પહેર્યું હોય તો તે મોં અને નાકને રક્ષણ આપી શકે છે. જોકે બીજા કેટલાક નિષ્ણાંતો ડબલ માસ્ક પહેરવાથી સલાહ આપતા નથી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.