મહેસાણા દૂધ સાગર ડેરીમાં હાલ જૂના કૌભાંડને લઈને વાઇસ ચેરમેન સહિત અધિકારીઓ હાલમાં જેલ હવાલે કરવામાં આવ્યા છે ચૂંટણી પહેલા જ રાજકીય કિનાખોરી રાખીને વિપુલ ચૌધરીના સમર્થક અધિકારી સહિત વાઇસ ચેરમેન અને અન્ય લોકોને હાલમાં જેલ હવાલે કરવામાં આવ્યા છે તેવામાં ખાનગી ડેરીમાં પણ ઘીનું ભેળસેળ થઈ રહ્યું છે તો કેમ દૂધ સાગર ડેરીમાં ઘી મામલે ચૂંટણી સમયે ધરપકડ કરવામાં આવી તેવા આક્ષેપ હાલમાં પશુપાલકો કરી રહ્યા છે.
અધિકારી સામે પશુપાલકોને કોર્ટ જ સાચો ન્યાય આપશે એવો આક્ષેપ ઉમેદવાર નાનજીભાઈ ચૌધરીએ કર્યા છે.
મહેસાણા દૂધ સાગર ડેરીમાં હાલ રાજકારણ ગરમ છે. આજે ચૌધરી સમાજમાં પણ સ્થિતિ ખરાબ થવા ગઈ છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં આજે મોટું ગ્રુપ ચૌધરી સમાજમાં છે જ્યારે વાઇસ ચેરમેન અને વિપુલ ચૌધરીને જેલમાંથી બહાર લાવવામાં આવે તો પણ આ ચૂંટણીમાં જીત મળી જાય તેમ હોવાનો દાવો મગનભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે ,અને સરકારી તંત્ર હાલમાં વિપુલ ચૌધરી વિરોધી કામ કરે છે જ્યારે આજે મોંઘજી ચૌધરી ની તબિયત પણ નાજુક હોવાથી તેમને સારવાર હેઠળ ખસેડાયનું જાણવા મળી રહ્યું છે.
આજે વિપુલ ચૌધરી ના સમર્થન માં જંગ લડી રહેલા નાનજીભાઈ ચૌધરીએ સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે નાનજી ભાઈ ચૌધરીએ આ ડેરી ને અધર લાવવા માટે વિપુલ ચૌધરીના પિતા સાથે મળીને કામ કરેલું હતું તેઓ આજે 75 વર્ષે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. વિપુલ ચૌધરી સાથે પેનલમાં જીત મેળવે તેવા પ્રયાસ કરી રહ્યા છે.
ચુંટણી નજીક હોવાથી ડેરીને બદનામ કરવામાં આવી રહી
હાલમાં ચુંટણી નજીક હોવાથી ડેરીને બદનામ કરવામાં આવી રહી છે ડેરીના ચેરમેનને હાલમાં વોન્ટેડ કરવામાં આવ્યા. અધિકારીઓની ધરપકડ કરાઈ અને અન્ય રીતે મંડળીની ઓડિટ ન કરીને સહકારી માળખાને બદનામ કરવામાં આવી રહ્યાના આક્ષેપ વિનયભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યા છે જ્યારે આ સમગ્ર મામલે હાલમાં ચોક્કસ રાજકારણ ગરમ છે.
જેમાં કોર્ટ જ સાચો ન્યાય આપશે તેવો પશુપાલકો એ સુર પુરાવ્યો હતો. એક તરફ સરકારી તંત્રની બેદકારી છે અને તે પણ જાણી જોઈને આજે વિપુલ ચૌધરીના વિરોધ માં કામ કરી રહી છે જે આવનારા સમય માં આ મામલો સુપ્રીમ સુધી જાય તેવા એધાણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.