દૂધ સાથે બિસ્કીટ સહિતની અન્ય વસ્તુઓ વેચનાર ડેરી માલિકોને 1000થી 5000 સુધીનો દંડ

આજથી સમગ્ર અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાન ખુલ્લી રાખવા આદેશનો કડક અમલ

અમદાવાદમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને કાબૂમાં લેવા માટે સરકારના આદેશને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી પંદરમી સુધી સમગ્ર શહેરમાં માત્ર દૂધ અને દવાની દુકાનો ખુલી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ત્યારે કેટલાક વિસ્તારોમાં દૂધની દુકાનોમાં બિસ્કીટ, ખાખરા સહિતની અન્ય વસ્તુઓ પણ વેચવામાં આવતી હોવાનું ધ્યાને આવતા કોર્પોરેશનની ટીમ દ્વારા આવા ડેરી પાર્લરો અને દૂધની દુકાનોના માલિકોને 1000થી લઈને 5000 સુધીના દંડ કરવામાં આવ્યા છે.

કોર્પોરેશન દ્વારા દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રાખવાના આદેશનો કડક અમલ કરાવવામાં આવતા. આજે વિવિધ વિસ્તારોમાં સવારથી જ કોર્પોરેશનની જુદી-જુદી ટીમો ફરી રહી હતી. આ દરમિયાન કેટલીક જગ્યાએ દુકાનો બંધ પણ કરાવવામાં આવી હતી તો દૂધની મોટી દુકાનો અને પાર્લર કે જ્યાં દૂધ સિવાય અને તમામ ખાણીપીણીની વસ્તુઓ મળતી હોય તેવી દુકાનોને માત્ર દૂધનું જ વેચાણ કરવા માટે કડક આદેશ કરવામાં આવ્યો હતો તેમજ પેનલ્ટી પણ કરવામાં આવી હતી. તો કેટલીક દુકાનોને શટર બંધ કરીને બાર માત્ર દૂધના કેન રાખી દૂધનું જ વેચાણ કરવા ફરજ પાડવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.