આપણા ખોરાકમાં દૂધ હંમેશાથી સામેલ રહ્યું છે. આ આપણા આહારનો અભિન્ન ભાગ છે. ખીરથી લઇને માવા મીઠાઇ સુધી તમામ વસ્તુઓ દૂધ વગર શક્ય જ નથી. દૂધ પોષક તત્ત્વોનો ખજાનો છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ ઉપરાંત વિટામિન-એ, ડી, કે અને ઇ પણ મળી આવે છે. સામાન્ય રીતે લોકો દૂધમાં થોડીક ખાંડ નાંખીને પીતા હોય છે. પરંતુ તેમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરવાથી તેની ગુણવત્તા અને ફાયદામાં વધારો થાય છે. જેમ કે, દૂધમાં હળદર મિક્સ કરીને પીવું, તે સીઝનલ બીમારીઓથી બચવામાં, માથાનો દુખાવો, શરદી વગેરે દૂર કરવા ઉપરાંત આપણી ઇમ્યૂનિટી વધારવામાં અસરકારક હોય છે.
પરંતુ શું તમે જાણો છો કે દૂધમાં તજ મિક્સ કરીને પીવાના જબરદસ્ત લાભ થાય છે. પાચનશક્તિને તંદુરસ્ત કરવાથી લઇને ઊંઘ ન આવવાની અને બ્લડ શુગર કંટ્રોલ કરવાથી લઇને ત્વચા પર નિખાર લાવવામાં પણ આ અસરકારક ઉપાય છે. જાણો, દૂધમાં તજ મિક્સ કરવાના ફાયદાઓ વિશે…
દૂધમાં તજ મિક્સ કરીને પીવાના કેટલાય ફાયદા છે. આ પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત અપાવે છે. આ ગેસની સમસ્યાને તો દૂર કરે જ છે તેના સેવનથી તમારી પાચન ક્રિયા પણ સારી થઇ જશે. આ પાચનતંત્રને સુધારીને પોતાના પાચન સંબંધિત કેટલીય સમસ્યાઓથી બચાવે છે.
ઘણા બધા લોકોને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે. એવા કેટલાય કારણ હોઇ શકે છે. ઊંઘ ન આવવાની સમસ્યામાં પણ દૂધ અને તજનો ફૉર્મ્યુલા કામ કરશે. રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધમાં તજ મિક્સ કરીને પીવાથી સારી ઊંઘ આવે છે.
આજકાલ ઘણાબધા લોકો ડાયાબિટીસના દર્દી છે. બ્લડ શુગર કંટ્રોલ રાખવું તેમના માટે પડકારજનક હોય છે. તજ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માટે અસરકારક સાબિત થઇ શકે છે. ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે દૂધની સાથે તજનું સેવન કરવું ફાયદાકારક હોય છે.
વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં આજકાલ તણાવ થવો સામાન્ય વાત છે. દૂધની સાથે તજ મિક્સ કરીને પીવાથી ડિપ્રેશન ઓછુ થાય છે. આ ઉપરાંત સંધિવા અને હાડકાંની અન્ય સમસ્યાઓ પણ તેના સેવનથી દૂર થઇ શકે છે.. ગરમ દૂધમાં તજ મિક્સ કરીને પીવું ફાયદાકારક સાબિત થશે.
સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉપરાંત દૂધમાં તજ મિક્સ કરીને પીવાના કેટલાય અન્ય ફાયદા પણ છે. દૂધમાં તજ મિક્સ કરીને પીવાથી તમારી ત્વચા પર ગ્લો આવવા લાગશે. તજનું દૂધ તમારી ત્વચાને બેદાગ બનાવશે. દૂધ તો તમે પીતાં જ હશો, બસ તેમાં તજ મિક્સ કરી તેનું સેવન કરવાથી વધારે લાભ થશે. કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો ઉપચાર કરતાં પહેલા ડૉક્ટર તથા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.