દૂધને ક્યારેય પણ ખાટી વસ્તુ સાથે ના લેવું જોઇએ,આમ કરવાથી તે ઝેરી પણ થઇ શકે છે

દૂધમાં કેલ્શિયમ, આયોડીન, પોટેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન ડીના ગુણ હોય છે. દૂધના સેવનથી થતા ફાયદા વિશે તો આપણે જાણીએ છીએ, પરંતુ દૂધ સાથે કેટલીક વસ્તુનું સેવન ના કરવાની સલાહ આપવામાં આવે છે.

દૂધને ક્યારેય પણ ખાટી વસ્તુ સાથે ના લેવું જોઇએ. આમ કરવાથી તે ઝેરી પણ થઇ શકે છે અને ચામડી સંબંધિત બિમારીની સંભાવના રહે છે.

દૂધ ઠંડુ હોય છે અને માછલી ગરમ હોય છે. તેથી દૂધ અને દહી સાથે માછલી ના ખાવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી ગેસ, એલરજી અને ચામડી સંબંધિત બિમારી થવાની સંભાવના રહે છે.

ક્યારેય પણ દૂધ સાથે લિંબૂ, કારેલા અને ફણસ એક સાથે ના ખવા જોઇએ. સાથે ખાવાથી ઇન્ફેક્શન થવાની સંભાવના રહે છે.

દૂધ સાથે અડદ, મગ વગેરેની દાળ ના લેવી જોઇએ. જ્યારે શક્કરીયા, બટેટા, તેલ, ગોળ, મધ, લસણ અને એસિડિક પદાર્થો ન લેવાની સલાહ આપવામાં આવે છે. જો તેને લેવાનું હોય તો ટાઇમિંગને ધ્યાનમાં રાખવુ.

શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે તરબૂચના બીજા પણ કેટલાક ફાયદા છે. સમર ડાઇટમાં તેને સૌથી હેલ્ધી ફ્રૂટ કહી શકાય છે, પરંતુ તેને દૂધ સાથે લેવું ખતરનાક સાબિત થઇ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.