ઉત્તર ગુજરાત સ્થિત દૂધસાગર ડેરીએ તેના બિઝનેસને વિસ્તાર્યો છે અને દેશના બે રાજ્યો—હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં તે ડેરીના પ્લાન્ટ સ્થાપશે.
દૂધ સાગર ડેરી દ્વારા કરવામાં આવેલા આ પહેલને પગલે હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં પ્લાન્ટ માટેની મજૂરી પણ મળી ગઈ છે. હિમાચલ પ્રદેશ પહાડી વિસ્તાર છે જેથી ડેરી ઉદ્યોગનો વિકાસ થઈ શક્યો નથી જેથી હવે દૂધસાગર ડેરીએ હિમાચલ પ્રદેશમાં ડેરી ઉદ્યોગને વિસ્તારવાનો નિર્ણય કર્યો છે.
મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીએ હરિયાણાની માનસાગર ડેરીમાં ‘રબડી’નું પ્રોડકશન શરૂ કર્યું છે. દેશના ઉત્તરીય રાજ્યો પૈકી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ તેમજ દિલ્હીમાં સ્વાદપ્રિય લોકો ગરમ જલેબી સહિત ‘રબડી’ આરોગતા વધુ જવા મળે છે.
પ્રાથમિક તબક્કામાં બજારમાં મુકાયેલ અમૂલ રબડીનું ગુજરાત, દિલ્હી, એનસીઆર તેમજ મુંબઈના કેટલાક આઉટલેટ્સ પર વેચાણ થાય છે.
દૂધસાગર ડેરી મહેસાણા જિલ્લામાં આવેલી એશિયા ખંડની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે અને તેનું વાર્ષિક ટર્નઓવર 5800 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે અને તે આણંદની અમૂલ ડેરી સાથે જોડાયેલી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.