બોટ એસો. જો અમને અગાઉથી કહેવામાં આવ્યું હોત તો અમે સેફ ઝોન (SAFE ZONE) ગણાય એવી જેટીમાં (JETTY) બોટો રાખી દીધી હોત આ દર્દનાક પરિસ્થિતિ સર્જાઈ ન હોત. બીજી તરફ ફિશરીક આસિસ્ટન્ટ (FISHERY ASSISTANT) પરમાર કહે છે કે અમને તોફાની પવન અંગે કોઈ સૂચના વડી કચેરી તરફથી મળી ન હતી.
સૌરાષ્ટ્રના ઉના નજીકના નવાબંદરે ગત રાત્રે ૮૦ થી ૯૦ કિલોમીટરે ઝડપે પવન સાથે મીની વાવાઝોડામાં દરિયો ગાંડોતૂર બનતાં ૧૦ બોટ ડૂબી ગઈ છે. જ્યારે ૪૦થી વધુ બોટોને વ્યાપક નુકસાની થઈ છે. તોફાની દરિયામાં ડૂબતા ૧૨ માછીમારોમાંથી ૪ ને બચાવી લેવાયા હતા.
જાફરાબાદ થી મળતા અહેવાલ મુજબ ત્યાંની ૧ બોટલાપતા છે. જ્યારે ૮ ખલાસીને બચાવી લેવાયા હતા.ઉનાથી ૧૦ કિલોમીટર દૂર આવેલાં નવા બંદરે ગત રાત્રે ૧૧ વાગ્યે અચાનક તોફાની પવન શરુ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.