સુરતમાં ભારે વરસાદને કારણે આગામી તારીખ 13 સુધી રેડ એલર્ટ જાહેર..

સુરત પંથકમાં ભારે વરસાદને કારણે તા.13મી સુધી રેડ એલર્ટ જાહેર કરી લોકોને સલામત પ્રવાસ ખેડવા અથવા ઘર બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો હોય તમામ જળાશયો તરબોળ બન્યા છે અને નદીઓ બંને કાંઠે વહી રહી છે. સુરત તેમજ તાપી જિલ્લામાંઅંદર ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં છે. રસ્તાઓ પર પાણી ફરી વળવાને કારણે અનેક ગામ સંપર્કવિહાણો થયાં છે.

સુરત કલેક્ટર દ્વારા 56 ગામના લોકોને શિફ્ટ કરવાઆદેશ જાહેર અપાયા છે.
સુરતના ઉમરપાડા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે અને એનડીઆરએફની એક ટીમ ઓલપાડ અને એસબીઆરએફની ટીમ વડોદરાથી માંગરોળ ખાતે આવી પહોંચી છે. જિલ્લામાં હરીપુરા કોઝવેથી લઈને 28 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે.

સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે 28 જેટલા કોઝવે, નાળાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને કોઈ વાહન ચાલક પસાર ન થાય તે માટે પોલીસ, હોમગાર્ડ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. રસ્તાઓ બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને આમ સુરત જિલ્લા માં ભારે વરસાદના કારણે જનજીવન ને અસર પહોંચી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.