ભાવનગર મનપાના ગેરવહીવટના કારણે લાખોના ખર્ચ કરી ખરીદાયેલી ઈ-રીક્ષા ભંગાર બની ગઈ

ભાવનગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કેટલીક સંસ્થા અને દાતાઓએ ભાવનગર મહાનગરપાલિકાને ઈ-રીક્ષા ભેટમાં આપી હતી. વર્ષ 2018માં દાતાઓ દ્વારા આપવામાં આવેલી ઈ-રીક્ષાને લીલી ઝંડી આપવામાં આવી હતી. શરૂઆતના 6 મહીના સુધી આ ઈ-રીક્ષા શહેરમાં ફરી હતી. ત્યારબાદ દેખરેખ અને મેન્ટેનન્સના અભાવના કારણે આ ઈ-રીક્ષાના પૈડા થંભી ગયા. વર્તમાન સમયમાં આ ઈ-રીક્ષા એક જગ્યા પર કાટ ખાઈ રહી છે. 9 લાખ રૂપિયાના ખર્ચે 13 ઈ-રીક્ષા ખરીદવામાં આવી હતી અને તેને 13 વોર્ડ માટે ફાળવવામાં આવી હતી.

અમદાવાદ શહેરની જેમ જામનગર મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ રાખવા માટે પોલીસ અને પાલિકાના અધિકારીઓની જેટ ટીમ બનાવી હતી. પણ વારંવાર સ્ટાફની ફાળવણીને લઇને અભાવ જોવા મળ્યો હતો. પોલીસ અને પાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સ્ટાફની ફાળવણી કરવામાં આવતા આ ઈ-રીક્ષાને સ્વચ્છતાના જાહેરાતનું માધ્યમ બનાવવામાં આવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાએ બેટરી અને મેન્ટેનન્સના બહાના કાઢીને તમામ ઈ-રીક્ષાઓને એક ખૂણામાં મૂકી દીધી હતી. હવે આ ઈ-રીક્ષા કાટ ખાઈ રહી છે.

આ બાબતે સોલીડ વિસ્તાર વિભાગના કાર્યપાલક ઇજનેર જે.એમ. સોમપુરાએ જણાવ્યું હતું કે, આ રીક્ષાની બેટરી તાત્કાલિક ઉતરી જાય છે. આ રીક્ષા 4થી 5 કિલોમીટર ચાલે એટલે અટકી જાય છે. રોજ તેનું મેન્ટેનન્સ કરવા છતાં આ પ્રશ્ન ઉપસ્થિત રહેતો હતો.

પૂર્વ વિપક્ષ નેતા જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાવનગરની પરંપરા રહી છે કે, ભાવનગરમાં જ્યારે પણ જરૂરીયાત પડે ત્યારે લોકો દાન કરતા હોય છે. ભાવનગરના શ્રેષ્ઠીઓએ આ ઈ-રીક્ષા ભાવનગર મહાનગરપાલિકાને દાનમાં આપેલી છે નહીં કે કચરાના ઢગલામાં મુકવા માટે. લીલી ઝંડી આપીને 6 મહિનામાં લોકોએ આપેલા દાનમાં આપેલા પૈસાનો વેડફાટ જામનગર મહાનગરપાલિકાના ભાજપ સાશકો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

હાલ જે ઈ-રીક્ષા કાટખાઈ રહી છે, તેના પરથી સવાલ થાય છે કે, શું કામનું પ્લાનિંગ કર્યા વગર જ તંત્રએ લાખોના ખર્ચ ઈ-રીક્ષાની ખરીદી કરી લીધી. કારણ કે અધિકારીઓ કહે છે કે, પોલીસ કે એસ્ટેટ વિભાગ સ્ટાફ ફાળવતો નહોતો. તો બીજી તરફ જે ટેક્નીકલ ફોલ્ટને સામે રાખવામાં આવી રહ્યા છે તે ફોલ્ટ બાબતે ઈ-રીક્ષા બનાવતી કંપનીને શા માટે ફરિયાદ ન કરવામાં? આવા ઘણા પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.