ટ્રેનમાં ભીડના કારણે ટ્રેનમાં બે મુસાફરોનો સામાન ચોરાયો હોવાની હાલમાં સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી..

હાલમાં દિવાળીના તહેવારો લઈ અને ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે મુસાફરો પોતાનો સામાન સલામત જગ્યાએ રાખવા માટે પોલીસતંત્ર દ્વારા સૂચનો જારી કરવામાં આવ્યા છે. ત્યારે હાલમાં ટ્રેનમાં ભીડના કારણે ટ્રેનમાં બે મુસાફરોનો સામાન ચોરાયો હોવાની હાલમાં સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.

…. જેમાં વેરાવળથી જબલપુર ટ્રેનમાં જૂનાગઢથી બેઠેલા અને અમદાવાદ તરફ જઈ રહેલા બે કર્મચારીઓ કરણભાઈ અને અજયભાઈ નામના વ્યક્તિઓની સૂટકેસો ટ્રેનમાં ઉપર પડી હતી. ત્યારે સુરેન્દ્રનગર આવતા તપાસ કરવામાં આવતા માત્ર એક જ બેગ મળી હતી. જે બેગ ઉપડી ગઇ તેમાં મોબાઇલ અને રોકડ રકમ હતા. જેમાં કુલ રૂ. 27,000ની બેંકમાંથી ઉપડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કપડાની બેગ હતી તે સલામત બેગ મળી આવી છે. ત્યારે બીજી ઘટનામાં સુરત તરફથી મહુવા જતી ટ્રેનમાં વિદ્યાર્થીનું સૂટકેસમાંથી મોબાઇલ તેમજ રોકડ રકમ મળી અને રૂપિયા સહિતનો માલ સામાન ચોરી થઈ ગયો છે. જેમાં બંનેની ફરિયાદ સુરેન્દ્રનગર રેલવે પોલીસમાં નોંધાવતા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.