વધતી ગરમીથી લોકોના હાલ બેહાલ,કેન્દ્રએ કર્યા તમામ રાજ્યોને એલર્ટ…

દેશભરમાં વધતી જતી ગરમી અને લૂના કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય સરકારોને પત્ર લખીને એલર્ટ કર્યા છે.અને તેઓએ અસરકારક વ્યવસ્થાપન માટે તમામ જીલ્લાઓમાં ગરમી સંબંધિત બીમારીઓ પર રાષ્ટ્રીય કાર્ય યોજના માર્ગદર્શિકા દસ્તાવેજને પ્રસારિત કરવા વિનંતી કરી છે.

સમગ્ર દેશમાં વધતા જતા તાપમાન અને ગરમ પવનો વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આરોગ્ય કેન્દ્રોમાં આવશ્યક દવાઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા વિનંતી કરી છે.અને સંવેદનશીલ વિસ્તારોમાં પીવાના પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું.આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને તેઓને આગ્રહ કર્યા કે, તમામ જિલ્લાઓને ‘ગરમી સંબંધિત બીમારીઓ પર નેશનલ એક્શન પ્લાન’ સંબંધી માર્ગદર્શિકા દસ્તાવેજ મોકલવામાં આવે જેથી લૂ લાગવા મામલે અસરકારક સંચાલન કરી શકાય.

પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 1 માર્ચથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) હેઠળ ગરમી સંબંધિત રોગોનું દૈનિક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.અને “કૃપા કરીને ખાતરી કરો કે આ દૈનિક સર્વેલન્સ રિપોર્ટ્સ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) સાથે શેર કરવામાં આવે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.