આ કારણથી સોમનાથ ઓખા ટ્રેનને ગોંડલના રિબડા નજીક 3 કલાક રોકી દીધી,ડ્રાઈવરની સમયસૂચકતાથી ટળી મોટી દુર્ઘટના….

ભારતીય રેલવે દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે અને ત્યારે સોમનાથ-ઓખા ટ્રેનના એન્જીન ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટો અકસ્માત થતા અટક્યો છે. આ અકસ્માત ગોડલના રિબડા પાસે થતો આટક્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સોમનાથ-ઓખા ટ્રેન ગોંડલના રિબડા પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન કેટલાક લોકોએ ટ્રેનને ઉથલાવી પાડવા માટે રીબડાના રેલવે ટ્રેનના પાટા નજીક 50 મીટર વાયરની ચોરી કરી હતી

આમ કેટલાક અસમાજીક તત્વોએ વાયરની ચોરી કરીને સોમનાથ ઓખા ટ્રેનને પાટા પર ઉથલાવવાનું કાવતરૂ કર્યું હતુ. જો કે, રેલવે ટ્રેનના ડ્રાઈવરને આ અંગે જાણ થતાં તેણે તાત્કાલિત ટ્રેનને રોકીને મોટી જાનહાનિ ટાળી દીધી હતી અને ઉલ્લેખનીય છે કે, ટ્રેનના વ્હીલમાં વાયર ફસાતા ટ્રેન 3 કલાક રોકવાની ફરજ પડી આમ ડ્રાઈવરની સમયસૂચકતાથી જોખમ ટળ્યું..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.