મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક થઇ રહી છે. યાર્ડમાં ડુંગળીની આવકમાં સતત વધારો થયો છે. છેલ્લા 10 દિવસની વાત કરવામાં આવે તો મહુવા માર્કેટિંગ યાર્ડ 26.46 લાખ કટ્ટા ડુંગળીની આવક થઇ હતી. તેમજ સરેરાશ ભાવ 350 રૂપિયાથી વધુ રહ્યાં છે.
ભાવનગર: ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે. જેના કારણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધારે થાય છે. ડુંગળીની નીકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ ઉઠ્યા બાદ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધી છે. છેલ્લા 10 દિવસમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઇ હતી. સરેરાશ 2.50 લાખ કટ્ટા ડુંગળીની આવક થઇ છે. 10 દિવસમાં યાર્ડમાં 26.46 લાખ કટ્ટાની આવક થઇ છે.
ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે. આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડીહાઇડ્રેશનના કારખાનો હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.
ભાવનગર મહુવા માર્કેટિંગ 29-02-2024 થી 09-03-2024 સુધીમાં લાલ અને સફેદ ડુંગળી 26,46,848 કટ્ટાની આવક થઇ છે. ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. અહીંની ડુંગળીની માંગ દિલ્હી, પંજાબ અને અન્ય રાજ્યમાં મોટાપાયે થતી હોય છે. ભાવનગર જિલ્લામાં સરેરાશ 31,000 હેક્ટર કરતા પણ વધારે જમીનમાં ડુંગળીનું વાવેતર દર વર્ષે કરવામાં આવે છે.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 10 દિવસમાં સરેરાશ ભાવ સફેદ ડુંગળીના ભાવ 211 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીના ભાવ બોલાય રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના છેલ્લા 10 દિવસના સરેરાશ ભાવ 140 રૂપિયાથી લઈને 372 રૂપિયા સુધી ભાવ બોલાય રહ્યા હતા. ચોમાસાની શરૂઆતમાં સફેદ ડુંગળીના પ્રતિ એક મણના ભાવ 800 થી 900 રૂપિયા સુધી પહોંચ્યા હતા. જ્યારે લાલ ડુંગળીના ભાવ 700 થી 800 રૂપિયા સુધીના રહ્યા હતા. તેમજ હાલ ડુંગળીના ભાવ 400 રૂપિયા નજીક પહોંચી ગયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.