આમ તો ‘શોલે’ ફિલ્મ તમે ઘણી બધી વખત જોઈ હશે. આ ફિલ્મનું નામ સાંભલતા ફરી જોવાની ઈચ્છા થઈ જાય તેવી ખૂબ જ લોકપ્રિય ફિલ્મ છે. અને હજી પણ આ ફિલ્મ તમારી નજરે સામે ચાલતી દેખાઈ જોય તો ફરી ચોક્કસથી તેને જોવા બેસી જવાની ઈચ્છા થાય.
આ ફિલ્મમાં મુખ્ય અભિનય આપનાર કલાકારો સંજીવકુમાર, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, જયા ભાદુરી, હેમા માલિની, અમજદ ખાન, એ. કે. હંગલ, અસરાની, જગદીપ, વીજુ ખોટે, સચીન વગેરે હતા. આ ચલચિત્રને વિક્રમી લોકપ્રિયતા મળી હતી.
જો તમે આ ફિલ્મનો ફૅન હશો તો તમને તેમાં ‘કાલિયા’ નું પાત્ર પણ ઘણું પસંદ આવ્યું હશે. તેમનું નામ હતું ‘વીજુ ખોટે’. બૉલીવુડના દિગ્ગજ અભિનેતા વીજુ ખોટેનું 78 વર્ષની વયે આજે નિધન થયું છે.
ફિલ્મ શોલે બાદ ‘અંદાજ અપના અપના’માં રૉબર્ટની ભૂમિકા પણ ભજવી હતી. અને ઘણાં લોકપ્રિય બન્યા હતા. બૉલીવુડમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ મરાઠી ફિલ્મ ‘પંથ’ માં નેગેટિવ રોલ અદા કરી તેમણે સાબિત કરી દીધું કે તેઓ દરેક રોલમાં ફીટ બેસે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.