ભારતરત્ન અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે સોમવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા અને દિલ્હીની આર્મી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી જ્યાં તેમણે અંતિમશ્વાસ લીધાં. કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિના સમ્માનમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેમની હાલમાં જ બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી. પ્રણવ મુખર્જીના ખરાબ સ્વાસ્થ્યના લીધે 10 ઓગસ્ટના રોજ દિલ્હીની RR હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે તેઓ એક વિદ્વતા અને શાલિન વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે પરંતુ રાષ્ટ્રપતિ તરીકેના પોતાના કાર્યકાળમાં તેમણે દયા અરજીઓને લઈને ઘણી જ સખ્તાઈ રાખી. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે 97% દયા અરજી ફગાવી હતી. પ્રણવ મુખર્જીથી વધારે દયા અરજી માત્ર આર. વેંકટરમણે જ ફગાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.