ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

ડુંગળીના ભાવો માં સતત થઈ રહેલા વધારા ના કારણે સરકારે ડુંગળીની નિકાસ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને હવે ભાવો અંકુશ માં આવી જતા સરકારે ફરી ડુંગળી ની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાતા ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.સરકાર ના આ નિર્ણય થી ખેડૂતોને બજાર મળી રહેશે તેઓ ખેડૂતોનું કહેવું છે.

થોડા સમય પહેલા ડુંગળીના ભાવોમાં વધારો થતાં ભાવોને અંકુશમાં લાવવા માટે અને સ્થાનિક બજારમાં ભાવમાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે લોકલ માર્કેટમાં કાંદાના ભાવ સતત ગગડી રહ્યા છે .સાથે ડુંગળી નો નવો પાક પણ તૈયાર થઈ ગયો છે ત્યારે ખેડૂતોએ આ નિકાસ હટાવી લેવાય તેવી રજુઆતો પણ કરી હતી. જેને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર દ્વારા આજરોજ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાતા ખેડૂતો ખુશ દેખાયા હતા.

સુરત જિલ્લાના ખેડૂત રોહિતભાઈ ગોટી કહે છે કે સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે જે રીતે બહારના રાજ્યમાં ડુંગળી ની માંગ વધશે તે રીતે જ તેના ભાવો પણ ખેડૂતોને મળશે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ડુંગળીનો પાક લેવામાં આવે છે .હાલમાં નવો પાક તૈયાર થઈ ગયો છે ત્યારે ખેડૂતોને ડુંગળી ના વેચાણ માટે બહાર મોટું માર્કેટ મળી રહે તે ખૂબ જરૂરી છે. જો આ નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં ના આવ્યો હોત તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો પણ આવી શકે છે.

પરંતુ હવે આ નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે તેના કારણે ખેડૂતોએ રાહતનો દમ લીધો છે .અને હવે તેઓ ડુંગળીની નિકાસ કરી શકશે.આ સાથે જ પોતાના પાકનું યોગ્ય વળતર પણ મેળવી શકશે .સુરતમાં મોટા ભાગે સૌરાષ્ટ્ર ,મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થી ડુંગળી આવતી હોય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.