ડુંગળીનાં ભાવ 100ને પાર, વધતી કિંમતો અંગે અમિત શાહે યોજી હાઇ લેવલ મિટિંગ

ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળીનાં ભાવ દેશભરમાં 100 રૂપિયાથી વધી જતા મોદી સરકાર હરકતમાં આવી છે, આજે ગૃહપ્રધાન અમિત શાહે કેન્દ્રીય પ્રધાનો અને સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી, અને તેમણે કિંમતોને નિયંત્રિત કરવા માટે આયાત કરીને સ્થાનિક ડુંગળીની સ્થાનિક માંગને પહોંચી વળવા માટે થયેલી પ્રગતીની સમીક્ષા કરી, અધિકારીઓએ તેની માહિતી આપતા કહ્યું કે આ બેઠકમાં પીયુષ ગોયલ અને કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે પણ ભાગ લીધો.

શાહે ડુંગળીની ઉપલબ્ધતા વધારવા માટે કિંમતોને નિયંત્રિત કરવા માટે આયાતને ગતિ આપવાનાં સંબંધમાં બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો, તેમણે જણાવ્યું કે MMTCએ ઇજીપ્ત અને તુર્કી થી ડુંગરી મંગાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે, અને આ રીતે 21 હજાર ટન ડુંગળી મંગાવવામાં આવશે, તેની પહેલી ખેપ જાન્યુંઆરીનાં મધ્ય સુધી આવી પહોંચશે.

સુત્રોનાં જણાવ્યા પ્રમાણે આયાત કરાયેલી ડુંગળી ઝડપથી ભારત પહોંચે  તે માટે કોન્ટ્રાક્ટ આપવા તથા સંગ્રહ માટેનાં નિયમો સરળ બનાવવામાં આવ્યા છે, એમએમટીસી બે ખાસ દેશો માટે વૈશ્વિક કોન્ટ્રાક્ટ આપવા માટે સુચના આપી છે, આ ત્રણેય કોન્ટ્રાક્ટ 5-5 હજાર ટનનાં હશે.

હાલતો દેશમાં રિટેલ અને હોલસેલ વેપારીઓ માટે સંગ્રહની મર્યાદાને ઘટાડીને 25 ટન કરી દેવામાં આવી છે, તે સાથે જ ડુંગળીની નિકાશ પર પ્રતિબંધ મુંકી દેવામાં આવ્યો છે, અને સુરક્ષીત સંગ્રહ દ્વારા ઉપલબ્ધતા વધુ સારી કરવામાં આવી રહી છે, અત્રે ઉલ્લેખનિય છે કે ડુંગળીની રિટેલ કિંમતો સમગ્ર દેશમાં પ્રતિ કિલો 100રૂપિયાને પાર કરી ચુકી છે, કેટલાક શહેરોમાં તેનો ભાવ દોઢસો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.