ડુંગળીના ભાવોને કાબૂમાં લેવા વિદેશથી 15000 ટન ડુંગળી મંગાવાશે

તહેવારો ટાણે જ ડુંગળીના આસમાને પહોંચેલા ભાવોને કાબૂમાં લાવવા માટે સહકારી સંસ્થા NAFAD દ્વારા વિદેશથી 15000 ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લેવાયો છે.

મળતી વિગતો પ્રમાણે આયાત કરાયેલી ડુંગળીને પોર્ટ પરથી જ શહેરોમાં વિતરણ કરાશે.રાજ્ય સરકારનો પહેલા જ પૂછી લેવામાં આવ્યુ છે કે, તેમની જરુરિયાત કેટલી છે.આ વખતે આયાતી ડુંગળીના કદ અને ગુણવત્તા પર ખાસ ભાર મુકાઈ રહ્યો છે.જે ભારતીય ગ્રાહકોને પસંદ સાથે મેળ ખાતી હોય.

ભારતમાં સામાન્ય રીતે મધ્યમ કદની ડુંગળીને પસંદ કરવામાં આવે છે જ્યારે વિદેશી ડુંગળીનુ કદ 80 એમએમ જેટલુ મોટુ હોય છે.ગયા વર્ષે તુર્કી અને ઈજિપ્તથી જે ડુંગળી આયાત કરાઈ હતી તે લોકોને ખાસ પસંદ આવી નહોતી.આ વર્ષે કમ સે કમ સારી ગુણવત્તા ધરાવતી ડુંગળીની આયાત કરવા પર ધ્યાન અપાઈ રહ્યુ છે.બીજી તરફ મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને બીજા રાજ્યોમાંથી નવા સ્ટોકની આવકથી ડુંગળીના જથ્થાબંધ અને છુટક ભાવોમાં થોડો ઘટાડો થઈ રહ્યો છે.નવી આયાતના પગલે ડુંગળીના ભાવો ફરી સામાન્ય થઈ જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.