ડુંગળીના ભાવ મામલે સરકારે લીધો મોટો નિર્ણય, આ તારીખ બાદ સસ્તી થશે ગરીબોની કસ્તુરી

સરકાર હસ્તગત ટ્રેડિંગ ફર્મ એમએમટીસીએ ડુંગળીનો સ્ટોક વધારવા અને કિંમતને નિયંત્રણમાં લાવવા માટે તુર્કીથી 12,500 ટન વધુ ડુંગરી આયાત કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ડુંગળીનો છુટક ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચાલી રહ્યો છે. તેમજ કેટલીક જગ્યાઓ પર તો 160 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર ડુંગળી વેચાઇ રહી છે. દિલ્હીમાં ડુંગરીનો ભાવ 118 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે.

સરકારી નિવેદનમાં જણાવ્યું છે, ‘આ ઉપરાંત 12,500 ટન ડુંગળીની આયાતના નિર્ણય સાથે હવે કુલ ડુંગળીની આયાતની માત્રા 42,500 ટન જેટલી થઇ ગઇ છે.’ મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં કુલ 42,500 ટન જેટલી ડુંગળીની આયાતના સૌદા કરવામાં આવ્યા છે. જેમાથી 12,000 ટન ડુંગરી 31 ડિસેમ્બર સુધી દેશમાં આવી જશે.

ઉલ્લેખનિય છે કે તેથી ડુંગળીની કિંમતમાં ઘટાડો થશે, ટૂંક સમયમાં સામાન્ય લોકોને હવે જલદી રાહત મળી શકે છે. હકીકતમાં સરકાર દ્વારા સંચાલિત એમએમટીસીએ ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને ડુંગળીના ભાવમાં કાબૂ મેળવવા માટે તુર્કીથી 12,500 ટન ડુંગળી ખરીદવાનો કરાર કર્યો છે. એવું માનવામાં આવે છે કે આવતા અઠવાડિયા સુધીમાં ભાવ પ્રતિ કિલો 80 રૂપિયા સુધી આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.