ડૂંગળીની કિંમતોને કાબૂમાં લેવા માટે સરકારનો મોટો નિર્ણય, નક્કી કરી સંગ્રહ મર્યાદા

ભારત સરકારે ડુંગળીની કિંમતોને કંટ્રોલમાં લાવવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ડુંગળીના વેપારીઓ પર સંગ્રહ મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લીધો છે.

જે હેઠળ છૂટક વેચાણકર્તા સ્ટોકમાં માત્ર 2 ટન ડુંગળી રાખવાની મંજુરી હશે  અને જ્યારે જથ્થા બંધ વિક્રેતાને માત્ર 25 ટન સ્ટોકમાં રાખવાની મંજુરી હશે. ઉપભોક્તા વિભાગના સચિવ લીના નંદને આ જાણકારી આપી.

તેમણે જણાવ્યું કે, આ પહેલીવાર છે જ્યારે અમે 1 લાખ મેટ્રીક ટન ડુંગળીનો બફર સ્ટોક બનાવ્યો છે જેથી તે સ્ટોકની કેલિબ્રેટેડ રિલીઝથી વધતી કિંમતનું ધ્યાન રાખી શકાય.

કેન્દ્ર સરકારે જુદાં-જુદાં રાજ્યોને તેની આવશ્યકતાઓ અનુસાર ડૂંગળી પુરી પાડી. અત્યાર સુધી 35 હજાર મેટ્રીક ટન ડુંગળી રાજ્યોને કિંમતમાં સ્થિરતા જાળવી રાખવા માટે આપવામાં આવી છે.તેમણે વધુમાં કહ્યું કે, એક રાષ્ટ્ર તરીકે આપણે ડુંગળીના મોટા ઉપભોક્તા છીએ. ડુંગળીનું ઉત્પાદન વધારવા માટે સરકાર તરફથી સતત પગલાં ભરવામાં આવી રહ્યાં છે. પરંતુ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી અપેક્ષા કરતા સ્થિર કિંમતોમાં સતત વધારો થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.