ડુંગળીના વધતા ભાવથી લોકો પહેલાંથી જ પરેશાન છે તેવામાં હવે તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. એક મહિલાએ બીજી મહિલાને ડુંગળીને લઇને ટોણો માર્યો. તે બાદ આ વિવાદ એટલો વકર્યો કે પાંચ મહિલાઓ ઘાયલ થઇ ગઇ.
આ ઘટના ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાની છે. અહીં એક ગામની દુકાન પર બે મહિલાઓમાં ડુંગળીને લઇને બોલાચાલી થઇ ગઇ. એક મહિલાએ બીજી મહિલાની આર્થિક સ્તિતિ અને ડુંગળી ખરીદવામાં અસમર્થતાને લઇને ટોણો માર્યો. પહેલાં તો બંને વચ્ચે બોલાચાલી થઇ પરંતુ પછીથી અન્ય મહિલાઓ પણ આ ઝગડામાં કૂદી પડી.
એક અહેવાલ અનુસાર, જોત જોતામાં આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું અને ગાળાગાળી પણ શરૂ થઇ ગઇ. આ વિવાદમાં ઘાયલ પાંચ મહિલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવી.
આ વિવાદને લઇને બંને તરફથી 6 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં, જ્યાં તેમને જામીન આપવામાં આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.