દુનિયાના 25 ટકા લોકોને 2022 સુધી કોરોનાની રસી મળવાની શક્યતા નહિવત

દુનિયાની લગભગ 25 ટકા વસતીને દવા કંપનીઓ ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ 2022 સુધીમાં કોરોનાની વેક્સિન નહીં આપી શકાય તેવુ એક સંસોધનનુ તારણ છે.

અમેરિકાની એક જાણીતી જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ પેપરમાં કહેવાયુ છે કે, રસીનુ વિતરણ કરવાનુ કામ રસી ડેવલપ કરવા જેટલુ જ પડકાર જનક છે. એક અનુમાન પ્રમાણે દુનિયાભરના 3.7 અબજ પુખ્તવયના લોકો આ રસી મુકાવવા માગે છે. આ આંકડો ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં માગની સામે સપ્લાય માટે ઉભા થનારા પડકારો તરફ ઈશારો કરે છે.

અમેરિકાની જોન હોપકિન્સ બ્લૂમવર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકોનુ કહેવુ છે કે, આ રિસર્ચ બતાવે છે કે, વધારે આવક ધરાવતા દેશોએ ભવિષ્યમાં કોરોના વેક્સિનનો સપ્લાય સિક્યોર કરી લીધો છે પણ દુનિયાના બીજા દેશોમાં તેનો પૂરવઠો ક્યારે અને કેવી રીતે પહોંચશે તે બાબત હજી અનિશ્ચિતતાના ઘેરામાં છે.

કોરોના વેક્સિનના જેટલા ડોઝ તૈયાર થઈ રહ્યા છે તે પૈકીના 51 ટકા વધારે આવક ધરાવતા દેશોના ફાળે જશે.આ દેશોમાં દુનિયાની કુલ 14 ટકા વસતી રહે છે અને બાકીના ડોઝ દુનિયાની બાકીની વસતી માટે છે. જે 85 ટકા છે. આમ 2022 સુધી તો દુનિયામાં ઓછામાં ઓછા 25 ટકા લોકો સુધી કોવિડની રસી પહોંચે તેવી કોઈ શક્યતા નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.