નૌસેનાને 71 વર્ષ પુર્ણ થતા ચીની સરકારે બે પરમાણુ સબમરીન સામેલ કરી
દુનિયા આખીમાં કોરોના નામની મહામારી ફેલાવીને હવે ચીન તેનાથી મુક્ત બન્યું છે. જ્યારે દુનિયાભરના દેશો કોરોના સામે લડી રહ્યા છે, તેવા સમયે ચીન પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. વર્તમાન સમયે આખી દુનિયાની તમામ પ્રવૃતિ થંભી ગઇ છે, પરંતુ ચીન પોતાના તમામ કામ પૂર્વવત કરી રહ્યું છે. ચીને તાજેતરમાં જ મિલિટ્રી ડ્રિલ કરી, ત્યારબાદ એરફોર્સ ડ્રિલ કરી અને હવે બે નવી પરમાણુ સબમરિનને નૌસેનામાં સામેલ કરી છે. આ બંને સબમરિન અત્યાધુનિક છે. જે તમામ આધુનિક ટેકનોલોજી વડે સજ્જ છે. ચીની નૌસેનાના 71 વર્ષ પુર્ણ થતા સરકારે તેને આ બે સબમરિન આપી છે.
આ બંને સબમરિન ટાઇપ-094 અથવા તો જિન ક્લાસની છે, જે એટમી બૈલિસ્ટિક મિસાઇલથી સજ્જ છે. આ બંને સબમરીનમાં રડાર, સોનાર અને ટોરીપીડ તમામ અત્યાધુનિક છે. ટાઇપ-094 સબમરીન એકસાથે 16 જેએલ-2 બૈલિસ્ટિક મિસાઇલ લઇ જવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલોની રેન્જ 700 કિમીની હોય છે. ચીને આવી કુલ છ સબમરીન બનાવી છે. જેનું પ્રદર્શન ચીની સરકરે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં શાનડોંગ વિસ્તારના સમુદ્રમાં યોજ્યું હતું એવું પણ માનવામાં આવે છે કે આ પહેલા બે સબમરિન નૌસેનાને ખાનગી રીતે આપી દેવામાં આવી છે.
હવે ચીન ટાઇપ-096 પ્રકારની મિસાઇલ બનાવી રહ્યું છે. જે સૌથી અત્યાધુનિક હશે. તેની ક્ષમતા પણ 24 જેએલ-2 મિસાઇલ લઇ જવાની હશે, જેની રેન્જ 10 હજાર કિમીની હશે. ત્યારબાદ અમેરિકા, રશિયા, યુરોપ તમામ દેશો તેની મિસાઇલ રેન્જમાં આવી જશે. ચીન પાસે 095 પ્રકારની સબમરીન પણ છે,, જે ઘણી ઝડપી છે. આ સિવાય હાલમાં જ ચીને જેએલ-3 મિસાઇલનું પરિક્ષણ પણ કર્યું છે. એટલે કે કોરોના વાયરસ નામની મહામારીમાં દુનિયા આખીને ફસાવીને ચીન હવે પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. હજુ ગયા મહિને જે ચીને કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે પણ મિલિટ્રી અને એરફોર્સ ડ્રિલ કરી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.