માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક અને દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સે કહ્યું કે, ભારતમાં આગામી દશકમાં ખુબ જ તેજી સાથે આર્થિક વૃદ્ધિ હાંસલ કરશે. તેમાં મોટી સંખ્યામાં લોકો ગરીબીથી બહાર નીકાળી શકાશે અને સરકારને જોરથી સ્વાસ્થ્ય અને શિક્ષા ક્ષેત્રમાં રોકાણ કરવાનો અવસર મળશે.
વિશ્વનાં સૌખી અમીર વ્યક્તિએ આધારથી ઓળખાણ સુનિશ્ચિત કરવાની સિસ્ટમની પણ પ્રશંસા કરી હતી. આ સાથે તેઓએ વિત્તીય સેવા ક્ષેત્ર અને દવા ક્ષેત્રમાં દેશનાં પ્રદર્શનની સરાહના પણ કરી હતી. એશિયાની ત્રીજી સોથી મોટી અર્થવ્યવસ્થા ભારત અંગે ગેટ્સે આ પ્રકારની સારી વાતો એ સમયે કરી છે કે જ્યારે દેશની આર્થિક સ્થિતિ નબળા સમયમાંથી પસાર થઈ રહી છે. અમુક એક્સપર્ટનું તો ત્યાં સુધી માનવું છે કે, આ સ્થિતિ લાંબા સમય સુધી રહેવાની આશંકા છે.
ગેટ્સે કહ્યું કે, નજીકનાં ભવિષ્ય અંગે મને વધારે જાણકારી નથી, પણ હું એ કહી શકું છું કે આગામી દશકમાં ખુબ જ તેજ વૃદ્ધિની સંભાવના છે. તેનાથી અનેક લોકો ગરીબીથી બહાર નીકળી શકસે અને સરકાર સ્વાસ્થ્ય અને શિક્ષા ક્ષેત્રમાં વધારે રોકાણ કરવામાં સક્ષમ હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.