દુનિયા હવે કોરોના રોગચાળાનાં ખાત્માની કલ્પના કરી શકે છે: WHOનાં વડા

રોગચાળો સમાપ્ત થાય ત્યારે આપણે ગરીબી, ભૂખ, અસમાનતા અને ગ્લોબલ વોર્મિગ જેવા મુદ્દાઓ પર કામ કરવું પડશે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ શુક્રવારે જાહેરાત કરી કે, કોરોના વાયરસ વેક્સીનનાં ટ્રાયલના પોઝિટિવ પરિણામોનો અર્થ એ છે કે, દુનિયા હવે ‘રોગચાળાનાં ખાત્માની કલ્પના કરી શકે છે’. જો કે, તેમણે તેમ પણ કહ્યું કે, ધનિક અને શક્તિશાળી દેશોએ કોરોના વાયરસ રસીની આ ભાગદોડમાં ગરીબ અને નબળા દેશોને કચડી નાખવા ન જોઈએ.

WHOનાં ચીફ ટેડ્રોસ અધાનોમે ચેતવણી આપી કે, વાયરસને રોકી શકાય છે, પરંતુ માર્ગ હજી પણ જોખમથી ભરેલો છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ રોગચાળાએ માનવતાને તેની શ્રેષ્ઠ અને સૌથી ખરાબ બાબત બતાવી છે. તેમનો ઈશારો ત્યાગ અને બલિદાન, વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રમાં અણધારી સફળતા અને સ્વાર્થ, એકબીજા પર આરોપો અને મતભેદો વિશે હતો.

આ સમયે કોરોના વાયરસથી થતાં મૃત્યુ અને ચેપ તરફ ધ્યાન દોરતા ટેડ્રોસે દેશનું નામ લીધા વિના કહ્યું કે, આ બધા વચ્ચે વાયરસ છે અને ફેલાઈ રહ્યો છે. ડબ્લ્યુએચઓ વડાએ વર્ચુઅલ મિટિંગમાં ચેતવણી આપી હતી કે, રસી તેના મૂળમાં રહેલી અતિસંવેદનશીલતાને ઘટાડશે નહીં. તેમણે કહ્યું કે, જ્યારે રોગચાળો સમાપ્ત થાય ત્યારે આપણે ગરીબી, ભૂખ, અસમાનતા અને ગ્લોબલ વોર્મિગ જેવા મુદ્દાઓ પર કામ કરવું પડશે.

WHOનાં વડાએ જણાવ્યું હતું કે, ટનલની પેલી બાજુ પ્રકાશની એક કિરણ ઝડપથી નીકળી રહી છે, પરંતુ વૈશ્વિક જનતાના હિત માટે કોરોના વાયરસની રસીની ચોક્કસપણે સમાન વહેંચણી થવી જોઈએ, ખાનગી ઉત્પાદન તરીકે નહીં. અન્યથા તે અસમાનતા વધશે અને તે લોકોના પછાતપણાનું વધુ એક કારણ બનશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.