અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચીનને ધમકી આપી છે.
અમેરિકામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને લઈને પહેલેથી જ ચીન પર નિશાન સાધી રહેલા ટ્રમ્પે હેવ કહ્યુ છે કે, કોરોના વાયરસ પર દુનિયાને ખોટી જાણકારી આપવાના પરિણામો ચીને ભોગવવા પડશે.
એક પત્રકારે ટ્રમ્પને વારંવાર સવાલ પૂછ્યો હતો કે, ચીનને કેમ તેની સજા નથી ભોગવવી પડી રહી ત્યારે ટ્રમ્પે કહ્યુ હતુ કે, તમને કેવી રીતે ખબર કે તેના કોઈ ખરાબ પરિણામ નહી ભોગવવા પડે? હું તમને નહી કહું. ચીનને જ તેની ખબર પડી જશે.
બીજી તરફ અમેરિકાના સાંસદો પણ ચીન પર રોષે ભરાયેલા છે.એક સેનેટરે ટ્રમ્પને પત્ર લખીને માંગ કરી છે કે, અમેરિકા ચીન પર મેડિકલ સપ્લાયની નિર્ભરતા ખતમ કરે. અમેરિકા ઘરઆંગણે જ દવાઓ બનાવે. સોમવારે ચાર બીજા સાંસદોએ પણ ચીન પર નિર્ભરતા ખતમ કરવા માટે એક બિલ રજુ કર્યુહ તુ.
ટ્રમ્પે કહ્યુ હતુ કે, દેશને ફરી ધમધમતો કરવાની એક યોજના બનાવવામાં આવી છે.વાયરસથી દેશના 95 ટકા લોકો પ્રભાવિત છે. તેવામાં દેશને ફરી ખોલવા માટેની યોજના પરનુ કામ લગભગ પુરુ થઈ ગયુ છે. મારા તંત્રની યોજનાથી અમેરિકાના લોકોને સામાન્ય જીવન જીવવા માટે આત્મવિશ્વાસ મળશે.જેની અત્યારે જરુર છે.
ઉલ્લેખનીય છે કે, અ્મેરિકામાં હાલમાં 5.8 લાખ લોકો કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. 23000 કરતા વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.