- ભારતીય મૂળના અમેરિકન બિઝનેસ વુમેન લૈલા જાનાહનું 37 વર્ષની ઉંમરનાં નિધન થયું છે. કેન્સર સામે ઝઝૂમી રહેલી લેલાએ 24 જાન્યઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમની આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ કંપની સમસોર્સ શનિવારે આ વાતની પુષ્ટી કરી હતી. લૈલા દુનિયામાંથી ગરીબીને દુર કરવા માંગતી હતી. તેમની કંપની ગરીબોને રોજગાર અપાવવાનું કામ કરતી હતી. તેમણે 2008માં કંપની સમસોર્સ વધારે લોકોને રોજગાર આપી ચુકી છે.
લૈલાનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો. તેમના માતા-પિતા ભારતીય હતા, જેમણે લોસ એન્જિલ્સમં તેમનું પાલન-પોષણ કર્યું. લૈલાએ ગરીબોનું જીવન સારું બનાવવા માટે ઘણા સામાજિક કાર્યો પણ કર્યા હતા. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેમણે અત્યાર સુધી 50 હજાર કરતા વધારે લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હતા.
લૈલા તેના પતિ અને દીકરા સાથે રહેતા હતા. તેમના નિધન બાદ વેન્ડી ગોન્જલેજને કંપનીના વચગાળાના CEO બનાવાયા છે. ગોન્જલેજ ચીફ ઓપરેટિંગ ઓફિસરના પદ પર કાર્યરત છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી લૈલા સાથે મળીને કંપનીમાં કામ કરી રહ્યા છે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે, લૈલાની સકારાત્મક ચહેરો યાદ રહેશે. તેમની કાર્યશૈલી અને યોગ્યતા અદભૂત હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.