વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અટલ ટનલનું હિમાચલ પ્રદેશના રોહતાંગમાં ઉદઘાટન કર્યુ. આ ટનલ ને કારણે મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર દૂર થઈ જશે. તેમજ મુસાફરીનો ચાર થી પાંચ કલાકનો સમય પણ બચી જશે.
અધિકારીઓએ જણાવ્યુ કે, લાહૌલ સ્પીતિના સીસૂમાં ઉદઘાટન સમારોહ બાદ મોદી સોલાંગ ઘાટીમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા.
અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી ટનલ છે, જે 9.02 કિલોમીટર લાંબી ટનલ મનાલીને વર્ષભર લાહૌલ સ્પીતિ ઘાટી સાથે જોડીને રાખશે. પહેલા આ ઘાટી લગભગ છ મહિના સુધી ભારે બરફવર્ષાને કારણે બાકી ભાગોથી કપાઈ જતી હતી.
હિમાલયના પીર પંજાબ પર્વતમાળાની વચ્ચે અત્યાધુનિક વિશિષ્ટતાઓની સાથે સમુદ્ર તળથી અંદાજે 3000 મીટર ઉંચાઈ પર ટનલને બનાવવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી કુલ્લુ જિલ્લામાં હિમ તેમજ હિમસ્ખલન રિસર્ચ સંસ્થા પહોચશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.