દુનિયાની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી નાનકડા પક્ષ AAPની સામે પડી ગઈ ઝંખવાણી

અંદાજે સાત વર્ષ પહેલાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં બનેલી આમ આદમી પાર્ટીએ દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરનાર ભાજપને દિલ્હીમાં કારમી માત આપી છે. આમ ભાજપની દિલ્હીમાં 22 વર્ષના સત્તાના વનવાસને ખત્મ કરવાની કોશિષ એમને એમ જ રહી ગઇ. ફરી એકવખત 5 વર્ષ માટે વનવાસ ભોગવવો પડશે, ભાજપને આમ આદમી પાર્ટીએ સતત બીજી વખત માત આપી અને ભાજપ બંને વખત ડબલ ડિજીટ પણ પાર કરી શકી નહીં. દિલ્હીમાં ફરીથી આમ આદમી પાર્ટીને મળેલી પ્રચંડ જીતે ભાજપની રણનીતિ પર પ્રશ્નો ઉભા કરી દીધા છે.

અન્ના આંદોલનમાંથી નીકળી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની રચનાને માંડ સાત વર્ષ થયા છે. કહી શકાય કે AAPનો રાજકીય આધાર દિલ્હી સુધી જ સીમિત છે અને થોડું ઘણું પંજાબમાં છે. ત્યાં ભાજપના 12 કરોડથી વધુ સભ્ય છે અને હાલના સમયમાં ભાજપ કે તેના સહયોગીઓની 16 રાજ્યોમાં સરકારમાં છે. એવામાં ભાજપે દિલ્હીની સલ્તનત પર કબ્જો જમાવા માટે પોતાના તમામ મોટા નેતાઓને પ્રચારમાં ઉતાર્યા હતા પરંતુ કેજરીવાલનો વિજય રથ રોકી શકયા નહીં.

આમ આદમી પાર્ટીના મફત વીજળી, પાણી અને મહિલાઓને ડીટીસીમાં ફ્રી મુસાફરીના મુદ્દાનો ભાજપ કોઇ તોડ નીકાળી શકી નહીં. જો કે ભાજપે શાહીનબાગને પણ મુદ્દો બનાવ્યો પરંતુ તેનાથી પણ કોઇ લાભ મળ્યો નહીં. એટલું જ નહીં તેઓ આમ આદમી પાર્ટીથી બરાબરીનો મુકાબલો કરી શકે.

જે રીતે 2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સાથે થયુ હતું ઠીક એવી જ રીતે દિલ્હીમાં કેજરીવાલ માટે રહ્યું કે (કોઇ વિકલ્પ નહીં) ફેકટરે કામ કર્યું. આમ આદમી પાર્ટીએ ખૂબ ચાલાકીથી દિલ્હીના મતદાતાઓને સમજાવ્યા કે ભાજપની પાસે કેજરીવાલની જગ્યા લેવા માટે કોઇ યોગ્ય વ્યક્તિ જ નથી. છેલ્લાં છ મહિના દરમ્યાન કેજરીવાલ સરકારે તેમને મફત આપવાની જાહેરાતો કરી જેમાં બસ અને મેટ્રોમિાં મહિલાઓ અને વિદ્યાર્થીઓને મફત યાત્રા સમેલ છે. તેના લીધે મહિલાઓની વચ્ચે કેજરીવાલની પકડ મજબૂત થઇ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.