ચાઈનીઝ કંપનીઓને લઇને અમેરિકામાં હંમેશા બબાલ ચાલતી રહે છે. ગત વર્ષે જાસૂસીનો આરોપ લગાવીને હુવાવે પર અમેરિકામાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે, કેટલાક મહિના બાદ પ્રતિંબંધ હટાવી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન હુવાવેએ તેના ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કર્યા. જ્યારે હવે અમેરિકા સેનાના શોર્ટ વીડિયો એપ ટિક ટોક એપ પર રોક લગાવી દીધી છે. જેના માટે ગત રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ટિક ટોક એપથી સાઇબર એટેકનો ખતરો છે અને તેના દ્વારા દેશની જનતા તેમજ સેનાની જાસૂસી થઇ શકે છે.
અમેરિકા સેનાના ટિક ટોક ઉપયોગ પર પ્રતિબંધને લઇને અમેરિકી સેનાના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ રોબિન ઓચોઆએ કહ્યું કે સેનાના ટિકટોક એપ ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ શરૂઆત તરીકે નેવી અને રક્ષા વિભાગ બન્ને પર લગાવવામાં આવ્યો હતો.
નૌસેનાએ કેટલાક દિવસ પહેલા કહ્યું હતુ કે સેનાના કર્મી ટિક ટોક એપનો ઉપયોગ ન કરે સાથે જ નૌસેના તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું હતુ કે કોઇપણ એપ ડાઉન કરતા પહેલા તેના વર્ણનને ધ્યાનથી વાંચો અને સાવધાન રહો. જ્યારે રક્ષા વિભાગે પણ આદેશમાં કહ્યું હતુ કે સેના કર્મી ટિક ટોક એપ તેમના ફોન કે ટેબલેટમાંથી તરત ડિલીટ કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.