દુનિયાના ટોચના 10 ધનકુબેરોની મિલકતમાં એક જ દિવસમાં 34 અબજ ડોલરનુ ગાબડુ

દુનિયાભરના શેરબજારોમાં ચાલી રહેલી ઉથલ પાથલના કારણે સામાન્ય રોકાણકારો જ નહી પણ ધનકુબેરોની સંપત્તિનુ પણ ધોવાણ થઈ રહ્યુ છે.

દુનિયાભરના ટોચના 10 ધનિકોએ શેરબજારમાં એક જ દિવસમાં 34 અબજ ડોલર એટલે કે લગભગ 25 ખરબ રુપિયા ગુમાવ્યા છે.આ ઉથલપાથલ બાદ માઈક્રોસોફ્ટના સ્થાપક અને દુનિયાના બીજા નંબરના ધનિક બિલ ગેટસ હવે ત્રીજા ક્રમે આવી ગયા છે.ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ લગભગ એક અબજ ડોલરનો ઘટાડો થયો છે.

જોકે નેટવર્થમાં થયેલા ઘટાડા બાદ પણ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ દુનિયામાં પહેલા ક્રમના ધનિક તરીકે યથાવત છે.

આવો જાણીએ દુનિયાના ટોચના ધનકુબેરોની સંપત્તિમાં એક દિવસમાં કેટલુ ધોવાણ થયુ

જેફ બેઝોસ 6.7 અબજ ડોલર

બર્નાર્ડ એન્ટાર્ડ એન્ડ ફેમિલી 11.5 અબજ ડોલર

બિલ ગેટ્સ 2 અબજ ડોલર

માર્ક ઝુકરબર્ગ 5.7 અબજ ડોલર

મુકેશ અંબાણી 907 મિલિયન ડોલર

એલન મસ્ક 3.5 અબજ ડોલર

લેરી એલિસન 1.9 અબજ ડોલર

સ્ટીવ બોલ્મર 3 અબજ ડોલર

લેરી પેજ 3.5 અબજ ડોલર

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.