દુનિયાભરમાં કોરોનાથી 10 કરોડ લોકોના મોતની ભીતિ : લેન્સેટ જર્નલ

– ચીનના રોગ નિયંત્રણ કેન્દ્રના વડાની આગેવાનીમાં રિસર્ચ કરાયું

– 1918માં H-1 N-1 ઇન્ફ્લૂએંજાએ 10 કરોડનો ભોગ લીધો હતો, તેવા જ હાલ કોરોના કરે તેવી શક્યતા

– H-1 N-1 ઇન્ફ્લૂએંજાનો કેસ ફેટલિટી રેશિયો 2 ટકા હતો જ્યારે કોરોનાનો ચીનમાં 5.9 ટકા નોંધાયો હતો

કોરોના વાઇરસ હવે વધુ વિકરાળ સ્વરુપ ધારણ કરે તેવી ભીતિ છે. જાણીતા સ્વાસ્થ્ય જર્નલ લેન્સેટે પોતાના એક રિસર્ચ પેપરમાં દાવો કર્યો છે કે કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં ૧૦ કરોડ લોકો જીવ ગૂમાવે તેવી શક્યતાઓ છે. અગાઉ આ જ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મોટી અંધાધુંધી ૧૯૧૮માં સામે આવી હતી જ્યારે લાખો લોકોએ આ જ રીતે જીવ ગૂમાવ્યો હતો.

જે રીતે ૧૯૧૮માં એચ૧એન૧ ઇન્ફ્લુએંજાએ પ્રકોર વર્તાવ્યો હતો તેવો જ પ્રકોપ કોરોના વાઇરસને કારણે જોવા મળી રહ્યો છે. ૧૯૧૮માં એચઆઇએનઆઇ ઇન્ફ્લૂએંજાએ વિશ્વમાં ૧૦ કરોડ લોકોનો ભોગ લીધો હતો. હવે મેડિકલ જર્નલ ધ લેન્સેટમાં પ્રકાશીત એક રિસર્ચ પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાઇરસ પણ આ જ પ્રકારની મહામારી સર્જી શકે છે અને આ વાઇરસના કારણે દુનિયામાં ૧૦ કરોડથી વધુ લોકો જીવ ગૂમાવી શકે છે.

હાલ જ કોરોનાના દર્દીઓની સંખ્યા લાખોમાં પહોંચી ગઇ છે અને અનેક લોકો જીવ ગૂમાવી ચુક્યા છે અને મહામારી માત્ર ત્રણ મહિનામાં આટલી જડપથી ફેલાઇ ચુકી છે આવી સ્થિતિમાં આગામી દિવસોમાં તે વધુ તારાજી સર્જી શકે છે અને લાખો નહીં કરોડોમાં મૃત્યુઆંક પહોંચી શકે છે.

કોરોના વાઇરસ જે ચીનમાંથી ફેલાયો ત્યાંના જ ચીની કેન્દ્ર રોગ નિયંત્રણ અને રોકથામના ડાયરેક્ટર ગાઓ ફૂની આગેવાનીમાં આ રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવ્યા હતા. જેમા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે મૌસમી ઇન્ફ્લૂએંજાનો કેસ ફેટલિટી  રેશિયો (સીએફઆર) લગભગ ૦.૧ ટકા છે.

જ્યારે કોવીડ-૧૯નો કેસ ફેટલિટી રેશિયો લગભગ ૫.૯ હતો, આ રેશિયો ચીનના હુબેઇ પ્રાંતમાં જોવા મળ્યો હતો. જ્યારે ચીનના અન્ય દરેક ક્ષેત્રોમાં તે ૦.૯૮ ટકા હતો. આ રિસર્ચ પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાના કેસો વધવાથી આપણા મેડિકલ સિસ્ટમ પર તેની અસર થશે જેનાથી વધુ મોત થવાની શક્યતાઓ છે. કોવિડ-૧૯ એટલે કે કોરોનાની મહામારી વધી શકે છે.

તેનો પ્રભાવ ૧૯૧૮ના એચ૧એન૧ ઇન્ફ્લૂએંજા મહામારીના સ્વરુપમાં જોવા મળી શકે છે. જેમાં સીએફઆર એટલે કે કેસ ફેટલિટી રેશિયો ૨ ટકા હતો. જ્યારે કોરોનામાં આ ટકાવારી પાંચ સુધી પહોંચી ગઇ છે. લેન્સટમાં પ્રકાશીત આ રિસર્ચ પેપરનું નામ એક્ટિવ કેસ ફાઇંડિંગ વિદ કેસ મેનેજમેન્ટ ઃ ધ કી ટૂ ટ્રેકિંગ ધ કોવિડ-૧૯ પેંડમિક આપવામાં આવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.