દુનિયામાં ભારતમાં કોરોનાના કેસ સૌથી વધારે,કોરોના સંક્રમણના નવા કેસમાં સતત 2 દિવસથી થયો ઘટાડો

દેશમાં કોરોના સંક્રમણના નવા કેસમાં સતત 2 દિવસથી ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાના રોજના નવા કેસ ફરી એકવાર 3.5 લાખની નજીક આવ્યા છે.

WHOના આધારે સતત 3 દિવ, બાદ ભારત દુનિયામાં કોરોનાના રોજના સૌથી વધારે કેસ સાથેનું ભાગીદાર જોવા મળી રહ્યું છે. 10મે બાદ ભારતમાં આવેલા કોરોના સંક્રમણના નવા કેસને લઈને કુલ કેસના 50 ટકા કેસ અહીં જોવા મળી રહ્યા છે. એટલે કે ભારતમાં દુનિયાના સૌથી વધારે કેસ છે.

કોરોના સક્રમણના લેટેસ્ટ ડેટા અનુસાર ભારત આ સમયે દુનિયામાં કોરોના સંક્રમણ અને મોતના આંકડામાં પહેલા નંબરે છે. કોરોનાથી પ્રભાવિત દેશ બ્રાઝિલ બીજા નંબરે છે. આ પછી અમેરિકા ત્રીજા નંબરે છે તો ફ્રાન્સ અને ઈરાન ચોથા અને પાંચમા નંબરે રહ્યું છે.

તમિલનાડુમાં રોજ 30000થી વધારે નવા કેસ આવી રહ્યા છે. અહીં દુનિયાના કોઈ અન્ય દેશની તુલનામાં દૈનિક કેસ વધારે છે. આંધ્ર અને પ.બંગાળમાં પણ 24 કલાકમાં 20000થી વધારે નવા કેસ આવી રહ્યા છે તો યૂપી અને રાજસ્થાનમાં 15000-18000ની વચ્ચે નવા કેસઆવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.