આગામી મહામારી એવી હશે કે, જેમાં એન્ટીબાયોટીક, એન્ટીમાઈક્રોબિયલ, એન્ટીબેક્ટેરિયલ દવાની અસર થશે નહીં. એક નવા અભ્યાસમાં આ જાણકારી સામે આવી છે.
એન્ટીબાયટિક્સ એક એન્ટીમાઈક્રોબિયલ પદાર્થ હોય છે. જે બેક્ટેરિયાની વિરુદ્ધ શરીરમાં સંઘર્ષ કરે છે. અને કોઈપણ પ્રકારે બેક્ટેરિયલ સંક્રમણને રોકવામાં અસરકારક હોય છે. આ દવાઓનો ઉપયોગ શરીરમાં સુક્ષ્મ જીવો દ્વારા ફેલાનારા સંક્રમણને રોકવા માટે કરવામાં આવે છે.
શરીરમાં કેટલાક બેક્ટેરિયા એવા પણ હોય છે કે, જે આ દવાઓને પણ અસર થવા દેતી નથી. આ કારણે આગામી સમયમાં વધુ એક મહામારી બેક્ટેરીયા સંબંધિત હોય શકે છે. આ સમયે દુનિયાભરના મેડિકલ રિસર્ચર એ વાતની ચિંતામાં છે કે, કોઈ એવી પણ બીમારી આવી તો જેના પર એન્ટિબાયોટિક દવાનો અસર થશે નહીં.
WHOએ એન્ટિમાઈક્રોબિયલ રેજિસ્ટેંસને વૈશ્વિક જોખમ દર્શાવ્યું છે. WHOએ કહ્યું કે, ભવિષ્યમાં વિકરાળ સ્વરૂપ લઈ શકે છે. આવી બીમારી દુનિયાના કોઈપણ દેશમાં ફેલાઈ શકે છે. અને કોઈપણ ઉંમરના લોકોને પોતાના શિકાર બનાવી શકે છે.
ડચ બાયોટેક લાઈફ સાઈન્સ સંસ્થાના હોલૈડબાયોના MD અનીમીકે કહ્યું કે, એન્ટીબાયોટીક રોધી બીમારી મોટો ખતરો છે. આ સાર્વજનિક સ્વાસ્થય માટે ભારી ચેતવણી છે. કારણ કે, આગામી મહામારી બેકટેરિયા સંબંધિત હોય શકે છે. આ એક એવા બેક્ટેરિયા હશે. જેના પર એન્ટિબાયોટિકનો પણ કોઈ અસર થશે નહીં. કેટલીક ખાનગી કંપનીઓ પોતાની રીતે નવી એન્ટિબાયોટીક દવા બનાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.