પશ્ચિમ ચંપારણના રવિકાંત પાંડેએ દૂરદર્શનમાં આવતા એક પ્રોગ્રામથી પ્રેરણા મેળવીને સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી હતી, સ્ટ્રોબેરીની ખેતી ખેડૂત માટે ફાયદાનો સોદો સાબિત થઈ છે. ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી થકી 4 ગણો નફો મેળવ્યો છે. આ ખેડૂતની કમાણી જોઈને અન્ય ખેડૂતો પણ સ્ટ્રોબેરીની ખેતી કરવા માટે પ્રેરિત થયા છે.
પશ્ચિમ ચંપારણ, બિહાર: કોતરોમાં પણ હવે સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવી રહી છે. સ્ટ્રોબેરીની ખેતીથી ખેડૂતોને ખર્ચ કરતા 4 ગણો વધુ નફો મળી રહ્યો છે. આ જ કારણ છે કે પશ્ચિમ ચંપારણ જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ હવે સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી દીધી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, પરંપરાગત પાકોની ખેતીમાંથી નફો મળતો ન હોવાથી તેઓએ સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી હતી. સ્ટ્રોબેરીની ખેતી અધધ નફો આપતી ખેતી છે. પરંપરાગત ખેતીમાં નુકસાન થવાના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરવા તરફ વળ્યા છે. પશ્વિમ ચંપારણ જિલ્લાના નરકટિયાગંજ, મજહૌલિયા અને નૌતન તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો હાલ સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે.
રવિકાંત પાંડે નામના ખેડૂતે જણાવ્યું હતું કે, દૂરદર્શનમાં પ્રસારિત થતાં એક ખેતી વિષયક કાર્યક્રમને જોઈને તેઓને સ્ટ્રોબેરીની ખેતી કરવાનો વિચાર આવ્યો હતો, ત્યારબાદ તેમણે સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી હતી. સ્ટ્રોબેરીની ખેતી થકી તેમની આર્થિક પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ ખેડૂત અન્ય ખેડૂતોને પણ સ્ટ્રોબેરીની ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે.રવિકાંત પાંડે બનકટ મુસહરી ગામના વતની છે, તેઓ ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ 10 વર્ષ સુધી બટાકા, શેરડી, ડાંગર અને ઘઉંની ખેતી કરતાં હતા, ત્યારબાદ વધુ નફો ન મળવાના કારણે ખેડૂતે આ ખેતીને તિલાંજલી આપી હતી. ખેડૂત રવિકાંતનું કહેવું છે કે, પરંપરાગત ખેતીમાંથી તેઓ પૂરતી આવક નથી મેળવી શકતા ન હતા, પરિવારનું ગુજરાન વ્યવસ્થિત રીતે ચલાવવું પણ મુશ્કેલ થઈ ચૂક્યું હતું. એક દિવસ તેમણે દૂરદર્શન ઉપર સ્ટ્રોબેરીની ખેતી અંગે આવેલો એક ખાસ એપિસોડ જોયો. એ જ દિવસે તેમણે સ્ટ્રોબારીની ખેતી કરવાનું મન બનાવી લીધું. રવિકાંતે અડધા એકરથી તેની ખેતી શરૂ કરી અને એક લાખ રૂપિયા ખર્ચ કર્યા. ઓક્ટોબરમાં રોપાઓ રોપ્યા હતા. ખેતી પછીના વર્ષે માર્ચ મહીનામાં પૂર્ણ થઈ હતી, જેના કારણે તેને 4 લાખ રૂપિયાની કમાણી થઈ હતી.પોતાના અનુભવથી રવિકાંત હવે એક એકરમાં સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેની ખેતી માટે સૌથી પહેલા તો જમીનની યોગ્ય ચકાસણી થવી જોઈએ. રેતાળ જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી વધુ સારી રીતે થાય છે. તમે એક એકરમાં લગભગ 22000 છોડ રોપી શકો છો. જો કે તેની સિંચાઈ માટે તમારે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી પડશે.તેમનું કહેવું છે કે, રોપણીના માત્ર 40થી 50 દિવસમાં જ સ્ટ્રોબેરીના ફળ આવવાનું શરૂ થઈ જાય છે. રવિકાંતના જણાવ્યા, તેનો છોડ માત્ર અઢી રૂપિયામાં આવે છે. જે પૂનાથી આયાત કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.